સમગ્ર દેશના લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે, એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા વિસ્તારોમાં રિકવરી રેટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલમાં, અમદાવાદ કોર્પોરેશને દાવો કરતા જણાવ્યું છે કે, છેલ્લાં 15 દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં 140 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં કોરોનાથી રિકવરી રેટ 100 ટકાએ પહોંચવાનો છે. ત્યાં નવો સામે આવેલો કેસને છોડી દેવામાં આવે તો જિલ્લાના બાકીના તમામ 90 દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા છે.

અમદાવાદ માટે સારા સમાચાર
અમદાવાદમાં 5મી મેના રોજ રિકવરી રેટ 15.85 ટકા હતો. ત્યારે, ગુજરાતનો રિકવરી રેટ 22.11 ટકા અને ભારતનો રિકવરી રેટ 28.62 ટકા હતો. જેમાં, અમદાવાદ મેનેજમેન્ટ દ્વારા અપનાવામાં આવેલી ઉચ્ચસ્તરીય રણનીતિના કારણે રિકવરી રેટમાં વધારો થયો છે. અમદાવાદમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો થયો છે. 21મી મેના રોજ શહેરમાં રિકવરી રેટ 38.1 નોંધાયો. તો ગુજરાતમાં 42.51 ટકા અને ભારતનો 41.06 ટકા હતો.

ICMRના નવા દિશાનિર્દેશોના લીધે રિકવરી રેટ વધ્યો
AMC ના અધિકારીઓએ કહ્યું કે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારા પાછળનું કારણ ICMRના નવા દિશાનિર્દેશ હોઇ શકે છે. હવે, ડિસ્ચાર્જ કરવામાં આવતા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવો ફરજીયાત નથી. તે ઉપરાંત સારવારના 14 દિવસની અંદર જો દર્દીમાં કોરોનાના લક્ષણ ના દેખાય તો તેને પણ ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
આ પણ વાંચો : વેલન્ટીલેટર પછી હવે N95 માસ્ક પર કોંગ્રેસના ગુજરાત સરકાર પર આરોપ, બીજેપીએ આપ્યો જવાબ

કાનપુરમાં પણ કોરોના કંટ્રોલમાં
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોનાના કેસમાં દસ ગણો વધારો નોંધાયો હતો પરંતુ, હમણાં ત્યાંની સ્થિતિ કાબુમાં જોવા મળી રહી છે. તે જિલ્લામાં કુલ 316 કેસ અને 269 ડિસ્ચાર્જની સાથે ત્યાંનો રિકવરી રેટ 85.12 ટકા થઇ ગયો છે.
