કોરોના વાયરસના સંક્રમણની ગતિમાં ઘણો વધારો થયો છે. જેના કારણે આપણે સ્વછતાની ખાસ તકેદારીઓ રાખવી પડશે. કોરોનાથી બચવા માટે પ્રથમ કદમ છે સમયાંતરે હાથ ધોવાનું રાખો. એટલું જ જરૂરી યોગ્ય આહાર પણ એટલો જ જરૂરી છે. કોરોનાનુંતેવા લોકોને ઝડપથી અસર કરે છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ અનુસાર જે ખોરાકમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ તે ખોરાક તમને કોરોનાથી બચાવી શકે છે.

વિટામિન C અને D
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વિટામિન સી, વિટામિન ડી, ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ કારગર નીવડે છે. કોરોનાથી બચવા તમારો ખોરાક પોષ્ટીક હોવો ખાસ જરૂરી છે. વિટામિન સી શરીરમાં રહેલા ઈમ્યુન સેલ્સને વધારવાની સાથે સાથે શરીરમાં એન્ટીબોડીની માત્રા પણ વધારે છે અને વિટામિન ડી ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

ઝિંક ખુબ જ જરૂરી
ઈમ્યુનિટી વધારવા માટે તમે ટામેટા, આંબળા, ગાજર, ચેરી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. તે એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે. જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે. બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે ઝિક ખુબ જરૂરી છે. ઝિંકની પૂર્તિ માટે ડ્રાયફૂટ અને નટ્સ ખાઈ શકો છો.
આ પણ વાંચો : ગુજરાતમાં દેશના બીજા રાજ્યો કરતા વધુ છે મૃત્યુદર, શું વુહાન છે કનેક્શન ?
સૌથી અસરકારક આ વસ્તુઓ
વાયરસ અને ઈન્ફેક્શનથી બચવા માટે હળદર, આદું, તજ, કાળામરી વગેરે સૌથી વધુ અસરકારક છે. આ બધી વસ્તુઓ આપણા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે તે ફક્ત સ્વાદ નહિ પરંતુ, વાયરસ સામે પણ રક્ષણ આપશે.
