કોરોન વાયરસના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે ઘણા બધા ખરાબ પરિણામો આવ્યા છે. જેની મોટી અસર ઈકોનોમી પર અસર પડી છે.પરંતુ કોરોના વાયરસના લોકડાઉનના કારણે ઘણા સારા પરિણામો પણ આવ્યા છે. જેમાં, પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનો ટૂંકા સમયના છે, પણ સરસ અનુભૂતિ લઈને આવ્યાં છે. ઘરની બાલ્કનીમાંથી આકાશ સ્પષ્ટ અને સ્વચ્છ લાગે છે, નદીનું પાણી સ્વચ્છ થયું છે. વાહનોનું પ્રદૂષણ અને ઘોંઘાટ બંધ થઇ ગયા છે. ચારે તરફ નીરવ શાંતિ લાગી રહી છે.

ગંગા-યમુનાનાં નીર થયા સાફ
દિલ્હીમાં યમુનાનું પાણી લોકડાઉન દરમ્યાન સાફ અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે. નદીઓનાં પાણીને સ્વચ્છ કરવા માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચીને પણ જે પરિણામ નથી મળ્યાં તેવા પરિણામ લોકડાઉં દરમિયાન જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુર તેમ જ વારાણસીથી ગંગા નદી એકદમ સ્વચ્છ લાગી રહી છે. અત્યારે ઉદ્યોગો બંધ હોવાના કારણે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે. તે ઉપરાંત, ગંગા નદીનું પાણી પણ શુદ્ધ થયું છે અને કાનપુરની આસપાસના વિસ્તારનું પાણી સાફસૂથરું થઇ ગયું છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં અમદાવાદના નિવાસીઓ માટે સર્જાઈ સમસ્યા, આગામી 4 દિવસમાં થઇ આ બદલાવ…

હવા થઇ શુદ્ધ
દેશભરમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. દિલ્હીના પ્રદૂષણમાં 71 ટકાનો ઘટાડો થયો છે અને સાથે સાથે દેશભરનાં શહેરોના પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાયો છે. જે, વાહનો, ઓફિસ અને ફેક્ટરીઓ બંધ હોવાના કારણે શક્ય થયું છે.

