ભારતના રાજનીતિક ઇતિહાસમાં 26 મે નો દિવસ અગત્યનો છે. કારણ કે, આ દિવસે 2014માં નરેન્દ્ર મોદીએ જીત મેળવીને શપથ લીધા હતા. જયારે બીજી વખત જીત્યા ત્યારે આ જ તારીખે સપથ લેવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. આજ ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વર્ષ પુરુ થઇ ગયું અને આ દેશમાં શાશન કરતાં 6 વર્ષ થઇ ગયા. પરંતુ, 6 વર્ષમાં આ 6 સંકટો પણ ઉભા થયા છે.

કોરોના વાયરસ
આ વર્ષની શરૂઆતથી જ ભારતમાં કોરોનાનું સંકટ ફેલાવાની શરૂઆત થઇ ગઈ હતી. હાલમાં, ભારતમાં કોરોના સંક્રમિતઓની સંખ્યા 1,50,000 પાસે પહોંચી ગઈ છે. અને 4,000થી વધારે લોકોના મોત થયા છે. જો કે, કેન્દ્ર સરકારનો દાવો છે કે કોરોનાથી લડવા માટે બેડ, વેંટિલેટર, ઓક્સીજન અને તમામ ઉપકરણ પુરતી માત્રામાં છે.

લોકડાઉનથી ફેલાયેલી બેરોજગારી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે દરેક પ્રકારના નોકરી ધંધા બંધ કરવામાં આવ્યા હતા. જેથી, મજદૂરો-કારીગરો પાસે કામ રહ્યું નહી અને તેમની સામે રોજી-રોટીનું સંકટ ઉભુ થઇ ગયું.

ચીનની સરહદ પર અવળચંડાઇ
એક તરફ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે સમગ્ર દેશ ચિંતિત છે. ત્યારે, ભારતની સાથે પણ સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. લદ્દાખમાં જ્યાં બીઆરઓના કામકાજ પર વાંધો દર્શાવ્યો છે અને આક્રમક રીતે સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

તીડનો હુમલો
દેશના અનેક રાજ્યોમાં તીડનું મોટુ સંકટ ઉભુ થયું છે. જેના કારણે કરોડો રૂપિયાના પાકને નુકસાન પહોંચવાની આશંકા છે. દેશમાં 27 વર્ષ બાદ તીડનું આવું આક્રમણ જોવા મળ્યું છે.
આ પણ વાંચો : વાહનોના રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી, લાઇસન્સ માટેની સમયમર્યાદામાં વધારો

આર્થિક મંદી
2019થી જ દુનિયામાં આર્થિક મંદીના ભણકારા સંભાળવા મળી રહ્યા હતા. જે કોરોના વાયરસના કારણે સાચું સાબિત થઇ ગયું છે. કામની અછત હોવાના કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન પાછા જઈ રહ્યાં છે. તે લોકોને કેવી રીતે રોજગારી આપવી તે સરકાર માટે મોટો પ્રશ્ન બની ગયો છે.

નેપાળ સાથે સરહદ વિવાદ
8 મેના રોજ દારચૂલા-લિપુલેખમાં ભારત દ્વારા રોડનું ઉદ્ધાટન કરવામાં આવતા નેપાળે તેનો વિરોધ કર્યો હતો. નેપાળે આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો હતો. જો કે ભારતીય સેનાના અધ્યક્ષ દ્વારા નિવેદન આપતાં કહ્યું કે, લિંક રોડ ભારતીય ક્ષેત્રમાં આવે છે જેથી વિરોધનું કોઇ કારણ નથી.
