દેશમાં કોરોના વાયરસને રોકવા 22 માર્ચના રોજ એકદિવસીય જનતા કર્ફ્યૂના દિવસ થાળીનાદ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ સોસાયટીમાં અત્યારે પણ દરરોજ શંખનાદ કરવામાં આવે છે. રાજકોટમાં આત્મીય કોલેજ પાસેની સિલ્વર એવન્યુ સોસાયટીમાં 22 માર્ચથી શરુ કરી અત્યારના દિવસ સુધી નિયમિત થાળીનાદ અને શંખનાદ કરવામાં આવે છે. ત્યાંના લોકો દરરોજ સાંજે પાંચ વાગતા જ લોકો પોતાની જાતે જ તાળી, શંખ જે પણ ઈન્સ્ટુમેન્ટ હોય તે લઈ પોતપોતાના ઘર અગાશી અથવા બાલ્કનીમાં આવી જાય છે. તે ઉપરાંત તેમણે ખાસ માઈક અને સ્પીકરની પણ વ્યવસ્તા કરી છે.

દરરોજ પાંચ મિનિટ તાલી, થાળી, શંખનાદ કર્યા બાદ સમગ્ર વિશ્વના લોકો માટે કોરોનાના પેશન્ટ માટે પ્રાર્થના રૂપે લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ઓ પાલનહારે… ગીત વગાડવામાં આવે છે. ત્યારબાદ સોસાયટીના લોકો દ્વારે બે ત્રણ ફિલ્મ ગીતો પણ ગાવામાં આવે છે. આમ કરીને તેઓ ડર, તણાવ અને ચિંતાને નાબૂદ કરી સાંજને ઉર્જામય બનાવે છે.
આ પણ વાંચો : કોરોના કારણે દેશમાં ગુજરાતની સ્થિતિ સૌથી ચિંતાજનક, રાજ્યમાં હાલ આવી છે સ્થિતિ
સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે, વડાપ્રધાને આહ્વાન કર્યું ત્યારબાદ સોસાયટીના લોકોએ એજ દિવસે નિર્ણય કર્યો હતો કે, આ કાર્યક્રમ આપણે ચાલું જ રાખીશું.
