કોરોના વાયરસના કહેર વચ્ચે આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં લૉકડાઉનના સમયને વધારવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. તે ઉપરાંત અન્ય છ રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયનું પાલન કરવામાં આવશે. જયારે, આસામ, કેરળ અને બિહાર વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોની વીડિયો કોન્ફરન્સ પછી સોમવારે નિર્ણય લેશે.

આ રાજ્યોમાં 17 મે સુધી લોકડાઉન
તેલંગાણા એકમાત્ર એવું રાજ્ય છે જેણે લૉકડાઉનનો સમય 17 મે સુધી લંબાવ્યો છેઆ લોકડાઉનની સમાપ્તિના બે દિવસ પહેલા આ નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મુંબઇ અને પુનાના કન્ટેન્ટ ઝોનમાં 18 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. રાજ્યના 92 ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા હતા.
આ પણ વાંચો : આફત સામે લડવા માટે આ ધારાસભ્ય કોઈ પણ સ્થિતિમાં લડી શકે છે..

15 દિવસ માટે લંબાવાય તેવી શક્યતા
સોમવારે વડા પ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સમાં લૉકડાઉન અંગે વધુ ચર્ચા કરવામાં આવશે. જો આગામી સમય મેઈ લોકડાઉનની જરૂર જણાશે તો 3 મે પછી વધુ 15 દિવસ માટે લંબાવાશે. તે ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં જ વધારવામાં આવશે સમગ્ર મુંબઈ અને પૂનામાં નહિ વધારાય તેવી શક્યતાઓ છે.
