અત્યારના સમયમાં ચારે તરફ કોરોના વાયરસનું જ નામે સંભાળમાં મળી રહ્યું છે જયારે, તુર્કમેનિસ્તાને પોતાના દેશમાં ‘કોરોના વાયરસ’ શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે તે ઉપરાંત, લોકોને માસ્ક પહેરવા પર પણ પાબંધી લગાવામાં આવી છે. એ રિપોર્ટ અનુસાર, તુર્કમેનિસ્તાનની સરકારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતા હેલ્થ ઇન્ફોરમેશન બ્રોશરમાં પણ કોરોના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો : કોરોના વાયરસ : ઘરમાં બંધ હોવાથી વધી રહ્યું એન્ગઝાઈટીના રોગોનું પ્રમાણ, સુરતમાં શરુ કરાઈ મનોચિકિત્સા હેલ્પલાઇન
લોકોને કરવામાં આવી રહ્યા છે ડિટેન
આ દેશમાં કોરોના વાયરસની વાત કરતા લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે, એક રિપોર્ટ અનુસાર, ત્યાં સ્પેશ્યલ એજન્ટ નોર્મલ કપડામાં ફરે છે જેથી તેઓ કોરોના વિશેની વાત કરતા લોકોને પકડી શકે.

વાયરસ રોકવા માટે કરવામાં આવી રહ્યા છે કામ
દેશમાં કોરોનાનો એક પણ કેસ નથી તેવું જણાવ્યા પછી પણ ત્યાં વાયરસને રોકવાની કામગીરી જોવા મળી છે. જેમાં, સ્ટેશન પર થર્મલ સ્કેન, જાહેર જગ્યાઓ પર સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને વધારે લોકોએ સાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
