સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે વેપાર-ધંધા ઠપ થઇ ગયા છે. જેના કારણે લોકડાઉનની સમાપ્તિ પછી દુકાનોનાં ઊંચાં ભાડાં અને વેચાણમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે દરેક પાંચમી રિટેલ શોપ બંધ થશે તેવી શક્યતાઓ રહેલી છે. આ વેપારીઓએ પ્રતિબંધો હળવા થયા પછી પણ તેમણે દુકાનો (ખાસ કરીને ભાડાની) પરિસ્થિતિ કાબુમાં ના આવે ત્યાં સુધી બંધ રાખવાનું નક્કી કર્યું છે કારણ કે, તેઓ વધુ નિક્ષણ ઉઠાવી શકે તેમ નથી. મુંબઈના કોલાબા, નરીમાન પોઇન્ટ, અંધેરી-મુંબઈ, ખાન માર્કેટ અને નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ અને સદર બજાર સહિતનાં મુખ્ય બજારોમાં 60 ટકા વધુ રિટેલ આઉટલેટ્સ ભાડૂતોના કબજામાં છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. આ વેપારીઓમાં ઘણા લોકોએ ભાડાં ભર્યાં નથી અથવા ડિફોલ્ટ થયા છેતેવું જાણવા મળ્યું છે.

વધુ ભાડા સમસ્યાનું કારણ
ખાન માર્કેટમાં 1000 સ્ક્વેર ફૂટની શોપનું ભાડું રૂ. પાંચ લાખ છે અને બ્રીચ કેન્ડી જેવા વિસ્તારમાં રૂ. ત્રણ લાખ ભાડું છે. આ જ પરિસ્થિતિ મોટા ભાગનાં શહેરોમાં પ્રવર્તે છે. હવે આ ભાડાં ઉપરાંત કર્મચારીઓનો પગાર સહિત અન્ય સ્થિર ખર્ચા હોવાને કારણે વેપારીઓની નાણાકીય સ્થિતિ કફોડી બની ગઈ છે, આ ખર્ચને ન પહોંચી વાળવાના કારણે 20 ટકા રિટેલ આઉટલેટ્સ બંધ થવાનું વ્યાપારી સંગઠનની ધારણા છે. આ ઉપરાંત અન્ય 10 ટકા વેપારીઓ જે 20 ટકા આ વેપારીઓ પર નિર્ભર હતા, એ પણ તૂટી જશે અને ધંધો બંધ કરશે તેવી શક્યતાઓ દર્શાવી છે.
આ પણ વાંચો : 22 માર્ચ જનતા કફર્યુ થી અત્યારના લોકડાઉન સુધીમાં દેશમાં શું થયા બદલાવ, તમે નોંધ્યા કે નહીં ?

વધુ ભાડાં ચૂકવનારા દુકાનદારો ચિંતિત
દિલ્હીના જૂના માર્કેટમાં ચારથી પાંચ લાખ રૂપિયાનાં ભાડાં ચૂકવનારા દુકાનદારો ચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે, ભાડા કરારોમાં જો ધંધો બંધ કરવામાં આવે તો કરાર મુજબ બાકીના સમયનું ભાડું ચૂકવવાની જોગવાઈ હોય છે. વેપારીઓ આમાંથી વચલો રસ્તો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. લોકડાઉને કારણે ભાડાના દુકાન ધરાવતા વ્યાપારીઓની હાલત કફોડી બની ગઈ છે.
