સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોએ ઘરમાં બેસી રહેવાની સ્થિતિ સર્જાઈ છે. આ લોકડાઉનના કારણે મોટી અસર લગ્નમાં પણ થઈ છે. લોકડાઉન જાહેર કર્યાના એક માહિનાની અંદર ઘણા બધા લગ્નોની તારીખ લંબાવામાં આવી છે. હવે, અખાત્રીજ આવી રહી છે આ દિવસ લગ્ન માટે શુભ માનવમાં આવે છે પરંતુ, લોકડાઉનના કારણે 3500 જેટલા લગ્નો સ્થગિત રાખવામા આવ્યા છે.

તે દરમિયાન, આ દિવસે યાદવ સમાજના 2 જોડાઓ ઓનલાઈન લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નની દરેક વિધિ ઓનલાઈન કરવામાં આવશે. અને કન્યાવિદાય લોકડાઉન પછી કરવામાં આવશે. લગ્ન કરવા જઈ રહેલ લાવકુશ યાદવના લગ્ન મૂંબઈમાં નિવાસ કરતી પુજા સાથે કરવામાં આવશે. આ ઓનલાઈન લગ્નમાં વર અમદાવાદનો છે જ્યારે કન્યા મુંબઈની. આ ઓનલાઈન લગ્નમાં વરપક્ષ અને કન્યપક્ષના 10-10 લોકો વિડીયો કોલ મારફતે જોડાશે. યાદવ સમાજના ઉપપ્રમુખે જણાવ્યુ છે કે, આ ઓનલાઈન લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજ્ય સરકારની જાહેરાત, 50 લાખ ખાતાધારકોના ખાતામાં કુલ રૂ.500 કરોડ થશે જમા

આ લગ્ન માટે અખાત્રીજનું શુભ મુર્હુતને ધ્યાનમાં રાખીને તેમના નાના ભાઈને લગ્ન માટે પાર્ટી પ્લોટ, કેટરિંગ, ડીજેનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉનના કારણે બુકિંગને રદ કરીને ઓનલાઈન લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
