કોરોના વાયરસનો વ્યાપ વિશ્વમાં ફેલાતો જાય છે. પરંતુ, હમણાં તેની સૌથી વધારે અસર અમેરિકામાં થઇ છે. અમેરિકામાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણના કારણે એક એકેડેમિક સેશન માટે સરકારે સ્કૂલ અને કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વોશિંગ્ટન ડીસી સહિતના 37 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે લેવામાં આવ્યો છે.

37 રાજ્યોમાં નિયમ લાગુ કરાશે
અમેરિકાના મોટાભાગના ગવર્નરે આદેશ આપ્યો છે કે, કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે રાજ્યવ્યાપી સ્કૂલબંધી મદદગાર સાબિત થશે. હાલ 37 રાજ્યોમાં આ નિયમ લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોના સંકટ વચ્ચે ભારતે બદલ્યા આ નિયમો, ચીને આપી ધમકી
વિદ્યાર્થીઓ કદાચ જ સ્કૂલે જશે
તે ઉપરાંત બીજી પણ માહિતી આવી આવી છે કે, ઘણા રાજ્યોમાં સોસીયલ ડિસ્ટન્સ રાખીને સ્કૂલ ખોલવામાં આવશે. પરંતુ, ત્યાં કોરોના વાયરસના વધારે કેસ સામે આવ્યા હોવાના કારણે વિધાર્થીઓ સ્કૂલે કદાચ જ જશે.

3 કરોડ વિદ્યાર્થીઓ પ્રભાવિત
આ આદેશને ફ્લોરિડા, ટેક્સાસ અને વોશિગ્ટનની સાથે સાથે ઘણા રાજ્યોએ જાહેર કરીને ઘરેથી જ અભ્યાસ કરવાનું જણાવ્યું છે. અમેરિકામાં વિદ્યાર્થીઓના સ્કૂલે ન જવાના નિર્ણયથી આશરે 3 કરોડ વિદ્યાર્થીઓ પ્રભાવિત થઈ શકે છે. તે ઉપરાંત એરિજોના, હાર્વડ અને બોસ્ટન યુનિવર્સિટી પણ બંધ રહેશે.
