ભારતમાં અત્યાર સુધીના કોરોના વાયરસના 415 કેસ નોંધાયા છે અને સાત લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, 75 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે. પરંતુ, લોકડાઉનમાં જરૂરી સેવાઓ સામાન્ય રીતે ચાલતી રહેશે.

આ લોકડાઉનના કારણે ઘણા ક્ષેત્રોને અસર થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર, હોસ્પિટાલિટી વ્યવસાયને 30 હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના છે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રે આગામી ક્વાર્ટરમાં 8,200 કરોડનું નુકસાન થશે. કારણ કે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન્સ બંધ થવાની છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) એ કહ્યું છે કે, રેસ્ટોરન્ટ ક્ષેત્રના 73 લાખ લોકોમાંથી,10-20 ટકા લોકોની નોકરી જઈ શકે છે. એટલે કે, આશરે 15 લાખ લોકો બેરોજગાર થઈ શકે છે.

એવિએશન ક્ષેત્ર
મુસાફરીમાં પ્રતિબંધો વચ્ચે, ઘણા માર્ગોના ભાડામાં 40 ટકાનો ઘટાડો થયો હતો. ઘટતી માંગ અને ભાડા વચ્ચે વિસ્ટારા, ગોએર, સ્પાઈસ જેટ સહિત અનેક એરલાઈન્સનની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સ્થગિત કરી દીધી છે.
આ પણ વાંચો : કોરોના વાયરસ : ઓનલાઇન ફૂડ મંગાવવું કેટલું સુરક્ષિત છે ?

ગ્લોબલ એવિએશન કન્સલ્ટન્સીએ કહ્યું છે કે, પ્રાઇવેટ ડોમેસ્ટિક ઉડાન ભરતી કંપનીઓને 4500 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઇ શકે છે. આ વચ્ચે નેશનલ ફ્લેગ કેરિયર્સને 3700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ ખોટ રિટર્ન ટિકિટ, નવી બુકિંગમાં ઘટાડો, ટિકિટ કેન્સલેસન અને ફરીથી રિસીડ્યુલ કરવાને કારણે થશે.
હોસ્પિટાલિટી ક્ષેત્ર
યાત્રા પરના પ્રતિબંધોની સીધી અસર હોસ્પિટાલિટીના ક્ષેત્ર પર પડી છે. હોસ્પિટાલિટી કન્સલ્ટન્સીના અંદાજ મુજબ, 2.૨ અબજ ડોલરથી લઈને 7.7 અબજ ડોલરનું નુકસાન શક્ય છે.

કોરોના વાયરસને કારણે, દેશભરમાં હોટલ બુકિંગમાં 18-20 ટકાનો ઘટાડો થઈ શકે છે. સમગ્ર 2020 નો સરેરાશ દૈનિક બુકિંગ રેટ (ADR) 12-14 ટકાનો ઘટાડો થઈ શકે છે. મોટા પાયે કેન્સલેસન અને રૂમના દરમાં ઘટાડો એ તેનું મુખ્ય કારણ છે.

પર્યટન ક્ષેત્ર
પર્યટન ક્ષેત્ર ભારતના જીડીપીનો 10 ટકા છે. ફ્લાઇટ પર પ્રતિબંધના કારણે ના કારણે આ ક્ષેત્રને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ભારતે તમામ દેશોના વિઝા રદ કર્યા છે. અને વિદેશી પ્રવાસીઓનું આગમન પણ અસંભવિત છે. જેમણે પહેલા યોજનાઓ બનાવી હતી, તેઓ બહાર જવાની યોજના પણ રદ કરી રહ્યા છે.

ઓટો સેક્ટર
લોકોએ વાહનોની ખરીદી બંધ કરી દીધી છે. ઇન્ડસ્ટ્રી બોડી ફેડરેશનના ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના જણાવ્યા અનુસાર, માર્ચના મધ્યભાગ સુધી ડીલરશીપમાં 45 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી વેચાણમાં 70 ટકાનો ઘટાડો થયો છે. જે પાર્ટ્સ ચીનથી આવવાના હતા તે કોરોના વાયરસને કારણે આવતા નથી.

કાપડ બજાર ક્ષેત્ર
કાપડ બજારમાં કોરોનાના કારણે આયાત અને નિકાસમાં અસર થઇ છે. 2018-19માં ભારતે 16.2 અબજ ડોલરના કપડાની નિકાસ કરી. કાપડ બજાર 1.29 કરોડ લોકો રોજગારી આપે છે. આમાં મહિલાઓનું પ્રમાણ 65-70 ટકા છે.

જ્વેલરી માર્કેટ
છેલ્લા 10 દિવસમાં જ્વેલરીનું છૂટક વેચાણ 80 ટકા રહી ગઈ છે. કારણ કે, ખરીદદારો દુકાન પર જતાં નથી છેલ્લા 10 દિવસથી લોકો દુકાનમાં ખરીદી કરવા જતા નથી. ઘણાએ દુકાનો બંધ કરી દીધી છે. અમારો અંદાજ પ્રમાણે ત્યાં 80 ટકા સુધીનું નુકસાન થશે. આવનારા દિવસોમાં આ દશા વધુ ખરાબ થઈ શકે છે.

ફાર્મા ક્ષેત્ર
ભારતીય ફાર્મા ઉદ્યોગને ચીનથી કાચા માલ અને સક્રિય દવા સામગ્રીના ઘટકોની આયાત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે તેનો ઉકેલ આવી ગયો છે. ભારતમાં, ઇન્વેન્ટરીનું સ્તર થોડું નીચે છે, પરંતુ, 1 મહિના કરતા વધારેનો સ્ટોક છે.

ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ (FMCG) ક્ષેત્ર
કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે FMCG માર્કેટનું કોઈ નુકસાન થયું હોવાનું જણાતું નથી. લોકો ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે. દૂધ, દહીં, લોટ, ચોખા, દાળ, તેલ તેમ જ સાબુ, હેન્ડવોશ અને સેનિટાઈઝરની ખરીદીમાં વધારો થયો છે. લોકો ઓનલાઇન કરિયાણાની દુકાનમાંથી પણ ખૂબ જ ખરીદી કરી રહ્યા છે. કારણ કે, લોક ચેપના ભયથી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

