કોરોના વાઇરસનો કહેર સતત ભારતમાં વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને લઈ દેશમાં ઘણા વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. ઉપીમાં 15 જિલ્લાઓ તેમજ દિલ્લી સરકારે 20 હોટસ્પોટ સીલ કરી દીધા છે. તો આવો જાણીએ આ હોટસ્પોટ શું છે?

શું છે હોટસ્પોટ અને કેવી રીતે કરવામાં આવી છે શીલ ?
હોટસ્પોટ એક એવો વિસ્તાર જ્યાં ઘણા પોઝિટિવ દર્દીઓ મળ્યા હોય અને તે વિસ્તારમાં સંક્રમણ વધુ ફેલાવવાની સકયતા હોય. એવો વિસ્તાર જે પૂરી રીતે સીલ કરી દેવામાં આવે છે. કોઈ દુકાન પણ ન ખૂલે. જ્યાં લોકોને ક્યાય જવાની મંજૂરી મળે નહીં અને ચુસ્ત પોલીસની કડકાઇ હોય છે. આ વિસ્તાર માટે એક પાસ ઇસ્યુ કરવામાં આવે છે.

શું કરી શકાય અને શું ન કરી શકાય ?
- લોકોને કોઈ પણ જગ્યાએ જવાની મંજૂરી મળતી નથી
- એવા જ લોકોને જવાની મજૂરી મળે છે જેમની પાસે પાસ હોય છે.
- એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાને જ જવાની મજૂરી મળે
- હોટસ્પોટ વિસ્તારમાં મીડિયાના જવા પર પણ પ્રતિબંધ હોય છે.
- પ્રશાસન દ્વારા જરૂરી સેવાઓની હોમ ડિલિવરી કરવામાં આવે છે.
- ઘરે ઘરે જઇ લોકોની કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં
