સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી થતા મૃત્યુની સંખ્યા વધતી જાય છે. જેમાં, ઇટાલીમાં વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસના ચેપના કારણે મૃત્યુ થયા છે. 19 માર્ચ, ઇટાલીમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુની સંખ્યા ચીન કરતાં પણ વધુ વધી ગઈ હતી, ડિસેમ્બરથી આ ખતરનાક વાયરસ ફેલાવાની શરૂઆત થઇ હતી.

અત્યાર સુધી ઇટાલીમાં 4032 લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત 21 ફેબ્રુઆરીથી થઇ હતી. ચીનમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 3245 લોકોનાં મોત થયાં છે. ઇટાલીમાં બુધવારે ફક્ત એક જ દિવસે 475 લોકોના મોત થયા હતા, જે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુમાં સૌથી મોટી સંખ્યા છે.

આ પણ વાંચો : 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર જ સરકારે લીધો મહત્વનો નિર્ણય
નાગરિક સુરક્ષા એજન્સી અનુસાર, ઇટાલીમાં 41,035 કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ઇટાલીમાં કોરોના વાયરસના કેસમાં 14.9 ટકાનો વધારો થયો છે. ઇટાલીમાં મૃત્યુ દર અન્ય દેશો કરતા 12 ટકા વધારે છે. વૃદ્ધ લોકો, જે લોકો પહેલાથી નો શિકાર બની ચુક્યા છે તેમને આ વાયરસ ઝડપથી અસર કરે છે. સંશોધનકારો કહે છે કે, ઇટાલીની યુવા પેઢી અન્ય દેશોની સરખામણીમાં તેમના વડીલોની વધુ નજીક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ મૃત્યુ થતા લોકો માટે આ 2 પરિબળોને મુખ્ય ગણાવ્યા છે.

વૃદ્ધ વસ્તી એ કોરોના વાયરસના ચેપનું પ્રથમ લક્ષ્ય છે. તેનું મુખ્ય કારણ છે કે, તેમની શ્વસનતંત્ર નબળી છે અને તેમના પર જ વાયરસ સૌથી વધુ અસર કરે છે. બાળકોમાં કોરોના વાયરસ માટે રોગ પ્રતિકારક ક્ષમતા સૌથી વધુ હોય છે. આ અંગે સંશોધનકારો કહે છે કે, શ્વાશની સાથે પ્રદુષિત હવા ફેફસામાં જવાથી તે ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. માટે, બાળકોના ફેફસા આ વાયરસ સામે વધુ સારી રીતે રક્ષણ આપી શકે છે.

વર્તમાન સમયમાં, ઇટાલીમાં સંપૂર્ણ લોકડાઉન છે જેથી કોરોના વાયરસના ચેપને ઘટાડી શકાય. જાપાનમાં, 28 ટકા વસ્તી 65 વર્ષથી વધુની વયની છે, પરંતુ 19 માર્ચ સુધીમાં 924 કેસો અને 29 મૃત્યુ થયા છે, ઇટાલીમાં 4032 લોકોનાં મોતની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘણા ઓછા છે. ઇટાલીમાં કોરોના વાયરસના ચેપને ઓળખવામાં વિલંબ થયો તેના કારણે તે ઝડપી ફેલાયો છે. ઇટાલીની મોટાભાગની વસ્તી કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત છે અને તેના કારણે, કોરોના વાયરસને કારણે વધુ મૃત્યુ થાય છે.
