ભારતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે, આ આંકડો 2000 ને પણ પાર નીકળી ગયો છે. આ વાયરસ અંગે વૃદ્ધ, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ તકેદારી રાખવાની જરૂર છે. તેનું કારણ છે કે, તેમનામાં રોગપ્રતિકારક શક્તિની કમી હોય છે. આજે જાણીયે કે ગર્ભવતી મહિલાઓએ શા માટે ખાસ તકેદારીની જરૂર છે.

કોરોના વાયરસથી સામાન્ય વ્યક્તિ કરતા ગર્ભવતી મહિલાઓને વધારે અસર થઇ શકે છે. કારણ કે, ગર્ભવતી મહિલાને ઇન્ફેકશન ઝડપથી પકડે છે. ગર્ભવતી અવસ્થા દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ કામજોર હોય છે જેના કારણે તેમનું શરીર રોગ સામે લડી શકતું નથી માટે વાયરસ તેમને વધારે નુકશાન પહોંચાડે છે.
આ પણ વાંચો : અભ્યાસ, ભારતમાં કોરોના વાયરસ વધુ ઘાતક નહિ સાબિત થાય ? આ રહ્યું કારણ
ખાસ કરીને એવી મહિલાઓ જેમને અગાઉથી ડાયાબિટીસ, એનિમિયા જેવી બીમારીઓ હોય તેમને ખાસ ધ્યાન રાખવાની જરુરુ છે. એનિમિયા વધારે ગર્ભવતી મહિલાઓને પ્રભાવિત કરે છે. તેના કારણે તેમનું શરીર નબળું પડી જાય છે અને અન્ય બીમારી માટે તાકાત રહેતી નથી. તે માટે તેમણે ડાયટ પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે.

ગર્ભવતી મહિલાઓએ શરીરમાં લોહીની માત્ર જળવાઈ રહે માટે બીટ, પૌષ્ટિક તત્વો માટે ખોરાકમાં સલાટ અને આયરન માટે પાલક, કેળા, ખજૂર ખાવી જોઈએ જેના કારણે તેમના શરીરને જરૂરી તત્વો મળી રહે અને શરીર સ્વસ્થ રહે.
