હાલ કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની પરિસ્થિતિ છે. જેને લઇ લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવા દિવસોમાં ઘરમાં રહી લોકોમાં માનસિક તણાવ અને ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે. ત્યારે લોકો ઘરમાં બેસી કોરોના વાયરસ અંગે સમાચારો તથા સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ તથા ફેક ન્યુઝથી દોરવાઇને ગંભીર માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
તણાવ અને એન્ગઝાઈટીના રોગોનું પ્રમાણ વધી રહ્યું
તેવા સમયે લોકોમાં તણાવ અને એન્ગઝાઈટીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત દ્વારા સોય તથા સનસાઈન હોસ્પિટલ સાથે વિનામૂલ્યે મનોચિકિત્સા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 8 થી સાંજે 8 સુધી સુરતના જાણીતા મનોચિકિત્સક ડોક્ટરની ટીમ દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. હેલ્પલાઈન 31મી માર્ચથી 14 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. કોરોના વાઈરસના કારણે લોકોની માનસિકતા સંબંધિત અનેક પ્રશ્નોના મુદ્દે વિનામૂલ્યે મનોચિકિત્સા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આજે એપ્રિલ ફૂલનું ‘લોકડાઉન’, નિયમ તોડવા પર મળશે આ સજા…
