લોકડાઉન હોય છતાં પણ ભારતમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તમાન જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ કોરોનાના 5611 નવા કેસ સામે આવ્યા છે. જેમાં, 24 કલાકમાં 140 દર્દીઓનાં મોત થયા છે. સ્વાસ્થય મંત્રાલયથી મળેલી માહિતી અનુસાર, માત્ર 14 દિવસમાં 50 હજારથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. પરંતુ, તે અન્ય દેશોની તુલનાએ ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં હાલમાં 61,149 એક્ટિવ કેસ છે. કોરોનાના કારણે 3303 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. જયારે, 42,297 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોનાના 25 હજાર કેસ થવામાં 86 દિવસનો સમય લાગ્યો હતો. આગામી 11 દિવસમાં કેસ ડબલ થઈને 50 હજાર સુધી પહોંચી ગયા. ત્યારબાદના સપ્તાહમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ.

છૂટછાટ પડી શકે છે ભારે
લૉકડાઉનના ચોથા ચરણમાં સરકાર તરફથી લોકોને છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ લોકડાઉન 3.0 માં પરપ્રાંતીઓને વતન જવાની છૂટછાટ આપ્યા બાદ કોરોનાના કેસમાં વધારો થયો હતો. 17 મેના રોજ દેશમાં 4987 કેસ સામે આવ્યા હતા. અને તેના બીજા દિવસ 18 મેના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 5242એ પહોંચી ગઈ. તે સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે.

રિકવરી રેટમાં સતત સુધારો
ભારતમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ ત્યારે રિકવરી રેટ 25 ટકાની આસપાસ હતો. હાલમાં તે વધીને 38.7 ટકા થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાનામાં કોરોનાનો રિકવરી રેટ 50 ટકાથી 63 ટકાની વચ્ચે છે. પંજાબ અને હરિયાણામાં રિકવરી રેટ 70 ટકાથી વધુ છે.
આ પણ વાંચો : આવતી કાલથી શરૂ થઇ જશે બસ સેવા, એસટી નિગમે કરી જાહેરાત

આટલો રહ્યો મૃત્યુદર
ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક લાખની વસ્તી પર મૃત્યદર 0.2 છે, જ્યારે અન્ય દેશોમાં દર 4.1 મૃત્યુ પ્રતિ લાખનો છે.
