ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખ પાર પહોંચી ગઈ છે. તેમજ 3 હજારથી વધુ લોકોની મોટ થઇ છે. જેને લઇ સેનિટાઇઝર માંગ સતત વધી રહી છે જેને લઇ 500થી વધુ નાના-મોટા મેન્યુફેકચર્સ યુનિટ આ સેકટરમાં ઉતરી ચૂક્યા છે. જેમાં 152 કંપનીઓ સાબુ,બોડી, ફેશ અને હેન્ડ વોશ અને સેનેટાઈઝરનું ઉત્પાદન પણ કરી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ દેશમાં આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઈઝરની માંગમાં 64 ટકા વધારો થયો છે. અને 150થી વધુ ડિસ્ટલરી પણ દેશમાં સેનિટાઈઝરનું ઉત્પાદન કરી રહી છે.
ભારતના સેનેટાઈઝર બજારમાં ચાર ગણો વધારો

ઉતર પ્રદેશમાં 85 ખાંડની મિલ, 12 ડિસ્ટિલરી, 37 કંપનીઓ અને 9 અન્ય સંસ્થાઓ પ્રત્યેક દિવસે 2 લાખ લીટર સેનેટાઈઝર બનાવી રહી છે. 7 મે સુધીમાં 45 લાખ 15 હજાર લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન થયું છે, જેમાંથી 19 લાખ 31 હજાર લિટર 23 રાજ્યોને સપ્લાઈ કરવામાં આવ્યું છે. નિલ્સન ઈન્ડિયાના જણાવ્યા મુજબ ભારતના સેનેટાઈઝર બજારમાં ચાર ગણો વધારો થયો છે. માર્ચ 201માં મહીનામાં આ સેકટરનો કુલ કારોબાર 10 કરોડ રૂપિયા હતો જે માર્ચ 2020માં 43 કરોડ રૂપિયાનો થયો હતો. રસી ન શોધાઈ તો અગામી પાંચ વર્ષમાં આ સેક્ટરમાં 10-15 ટકા ગ્રોથની શકયતા છે.
પ્રતિદિવસ 2 લાખ લિટર પ્રોડક્શન

ઉતર પ્રદેશના શેરડી અને ખાંડ કમીશનર સંજય ભૂસરેડ્ડીના જણાવ્યા અનુસાર માર્ચમાં લગભગ 50 ઉત્પાદન યુનિટ્સ રોજ 60 હજાર લીટર સેનિટાઈઝરનું ઉત્પાદન કરતા હતા, માંગ વધ્યા પછી બીજી ખાંડની મિલોને, ડિસ્ટસરી અને અન્ય સંસ્થાઓને મંજૂરી અપાઈ જેથી પ્રોડક્શન 2 લાખ લિટર પ્રતિદિવસ થયું છે. લોકડાઉન બાદ સૌથી વધુ સેનિટાઈઝર હરિયાણામાં 4.11 લાખ લિટર સેનેટાઈઝરનો સપ્લાઈ કરવામાં આવ્યો છે.
