કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોના સંકરામણને ધ્યાનમાં રાખીને આ લોકડાઉનમાં ફ્લાઇટ સેવાઓ શરૂ નહીં કરાય. પરંતુ, જ્યારે પણ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે ત્યારે અનેક સેવાઓ મળશે નહિ. જેની મોટી અસર બિઝનેસ ક્લાસમાં પડશે તેની 70 થી 80 ટકા સેવાઓ પર કાપ મૂકવામાં આવશે.સાથે જ હવાઇ પાયલટ અને એક હોસ્ટેટને પીપીઇ કિટ પહેરવી પડશે. એર હોસ્ટેસ માટે આ એક ગાઉન જેવું હશે.

એરલાઇન્સે ફ્લાઇટ ચલાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ, જ્યાં સુધી સરકાર ગાઇડલાઇન્સ જાહેર નહિ કરે ત્યાં સુધી કઈ પણ પાક્કા પાયે કહેવું મુશ્કિલ છે. અગાઉ બિઝનેસ અને ફસ્ટ કલાસના યાત્રીઓને મુસાફરી દરમિયાન એર હોસ્ટેસ ઓછામાં ઓછી 16 વાર સર્વિસ આપતી હતી. હવે તેમાં કાપ મૂકીને ત્રણથી ચાર વાર સર્વિસ મળશે. અગાઉ બિઝનેસ ક્લાસમાં આવતા યાત્રીઓને વેલકમ ડ્રીંક, મેન્યૂ કાર્ડ, મેગ્ઝીન, ન્યૂઝપેપર, હોટ ટાવેલ, વચ્ચે વચ્ચે ચા-કોફી અને અનેક રીતની વીઆઇપી સર્વિસ આપવામાં આવતી હતી0.જેના પર પ્રતિબંધ મુકવામાં આવશે. વળી યાત્રી હેન્ડ બેગેજ ન લે તે માટે ચેક ઇન પર આપવામાં આવશે.
આ પણ વાંચો : Lockdown 4 : રાજ્ય સરકાર પોતાની મરજી મુજબ નહિ આપી શકે છૂટ, ગૃહ મંત્રાલયની ગાઈડલાઇનનું કરવું પડશે પાલન

ફ્લાઇટમાં પ્રવાસીઓએ એક બીજાનો સામાન અને સીટને ઓછું ટચ કરવાનું રહશે. તે ઉપરાંત, એન્ટ્રી વખતે કરવામાં આવતા વેકલમ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. સામાન ન ધરાવતા યાત્રીઓ માટે એક અલગ કોરિડોર બનાવવામાં આવશે. જેને એક્સપ્રેસ વેના રૂપમાં તૈયાર કરવામાં આવશે.
