દેશમાં કોરોનાદર્દીની વધતી સંખ્યાની સાથે-સાથે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ટેસ્ટની સંખ્યા 20 લાખ પહોંચી ગઈ છે. હાલમાં, રોજના લગભગ 1 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ 504 સરકારી અને ખાનગી લૅબમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓછા સમયમાં કોરોનાની વધુ તપાસ માટે COBAS 6800 મશીન લાવવામાં આવ્યું છે. આ મશીન NCDC એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુરુવારે સોંપ્યું. ભારતમાં કોરોનાનો ટેસ્ટ આ મશીન પ્રથમ છે.

24 કલાક, 1200 ટેસ્ટ
NCDC સેન્ટર દ્વારા તૈયાર કરાયેલા આ અત્યાધુનિક મશીનથી 24 કલાકમાં 1200 સેમ્પલનો ટેસ્ટ થઈ શકશે. જેના કારણે એક સાથે અનેક સેમ્પલ ટેસ્ટ થઈ શકે છે. આ મશીનથી ભારતમાં ટેસ્ટ કરવાની ગતિમાં વધારો થશે અને પેન્ડિંગ ટેસ્ટને ઝડપથી કરી શકાશે. ડૉ. હર્ષવર્ધને આ મશીનને સોંપતા કહ્યું કે, મશીન રોબોટિક્સથી સજ્જ છે. જેનાથી હેલ્થકેર વર્કર્સને ઇન્ફેક્શનનો ખતરો નહીં રહે. ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઈ શકશે.
આ પણ વાંચો : PM મોદીએ બિલ ગેટ્સ સાથે કરીવીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા, માગ્યા આ સૂચનો
આ મશીનને ટેસ્ટિંગ માટે ઓછામાં ઓછા BSL2 અને નિયંત્રણ લેવલની લૅબની જરૂર હોય છે. તેને કોઈ પણ ફેસિલિટી પર નથી રાખી શકાતું. COBAS 6800 વાયરસ હેપેટાઇટિસ બી એન્ડ સી, એચઆઈવી, એમટીબી, પૈપિલોમા, સીએમવી, ક્લૈમાઇડિયા અને નેયસેરેમિયા જેવા લક્ષણોની ઓળખ કરવામાં સક્ષમ છે.
