વિશ્વ જ્યારે કોરોના મહામારી વચ્ચે છે ત્યારે ભારતમાં કેટલાંક તકવાદી તત્વો આર્થિક નુકસાન ન પહોંચાડે તે માટે કેન્દ્ર સરકારે હાલની FDI નીતિની સમીક્ષા કરી છે. સરકારે FDIની પોલિસી, 2017ના પેરેગ્રાફ 3.1માં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભારતની સીમા સાથે જોડાયેલ દેશોની કંપનીઓ ફક્ત એ જ સેક્ટરમાં રોકાણ કરી શકશે જેમાં સરકારની મંજૂરી મળી હોય.
સરકાર ભારતીય કંપનીઓને ચીનથી બચાવવા કામે લાગી ગઈ છે. આ જ કારણ છે કે સરકાર વિદેશી રોકાણને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કે સરકાર આ નિયમોને બદલતી વખતે ચીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ચીને HDFCમાં વધાર્યુ હતુ રોકાણ
થોડા સમય પહેલા ચાઇનીઝ સેન્ટ્રલ બેન્કે HDFCના કરોડો શેર ખરીદી લીધા હતા જેનાથી કંપનીમાં તેની ભાગીદારી 1 ટકાની થઈ ગઈ હતી આમ ધીરે ધીરે તેણે કંપનીમાં પગપેસારો શરૂ કરી દીધો હતો. આ સમયે એવો રિપોર્ટ આવ્યો હતો કે ચીન સમગ્ર દુનિયામાં ખુબજ ઝડપથી પોતાનું વર્ચસ્વ વધારી દેવા માંગે છે અને સમગ્ર દુનિયામાં રોકાણ કરવા લાગ્યુ છે.
કોરોનાના કારણે સમગ્ર દુનિયાના શેર માર્કેટ ધડામ કરીને ગબડી પડ્યા છે અને શેરના ભાવમાં મોટો કડાકો થયો છે. ચીન આને પોતાના માટે જોઈતો અવસર માની બેઠુ છે અને ખુબજ ઝડપથી રોકાણ કરી રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશમાં રહેલી આર્થિક ગતિ નબળી થઈ રહી છે. જેના કારણે ભારતીય કોર્પોરેટ કંપનીઓ ઘણી નબળી થઈ રહી છે, જેનાથી વિદેશી કંપનીઓ ટેકઓવર કરી શકે છે. તેના પર સરકારે ચોક્કસથી નિર્ણય લેવો જોઇએ.
