ડોક્ટર્સે કોરોના વાયરસ(Corona virus)થી અચાનક થઇ રહેલ મોતોને લઇ વધુ એક ખુલાસો કર્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોના વાયરસ શરીરમાં બ્લડ ક્લોટિંગ(Blood Clotting) એટલે લોહીનું થક પણ બને છે જેના કારણે દર્દીઓની અચાનક મોત થઇ શકે છે. આ દાવો કોવિડ થિન્ક ટેન્કના મેમ્બર અને લખનોની KGMU હોસ્પિટલના પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનના વિભાગ અધ્યક્ષ ડોક્ટર વેદ પ્રકાશે કર્યો છે.
કેવી રીતે ક્લોટિંગથી દર્દીઓના મોત

ડોક્ટર વેદ પ્રકાશે કહ્યું કે, કોરોના વાયરસના કારણે ફેફસાની નસોમાં બ્લડની ક્લોટિંગ થઇ જાય છે. બ્લડ ક્લોટિંગના કારણે ઓક્સિજનના બધા રસ્તાઓ બંધ થઇ જાય છે. જેને લઇ દર્દીઓની અચાનક મોત થઇ રહી છે. ડોકટરનું કહેવું છે કે, બીજી બીમારીની તુલનામાં કોરોના વાયરસ વધુ બ્લડ ક્લોટિંગ બનાવી રહ્યો છે.જેથી દર્દીઓની મોત થઇ રહી છે. કોરોના વાયરસના કારણે શા માટે બની રહી છે, હજુ એના પર રિસર્ચ ચાલુ છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓમાં બ્લડ કલોટિંગમાં ઘણા કેસો નોંધાયા છે.
કેવી રીતે જાણ થશે શરીરમા ક્લોટ છે

ડોક્ટર વેદ પ્રકાશે જણાવ્યું કે, કોવિડ-19 પોઝિટિવ કેસોમાં ક્લોટિંગની તપાસ માટે અમે ડી ડાયમર્સનો ટેસ્ટ કરાવીએ છે. જો તેનું લેવલ વધેલું હોય તો પછી એના ઈલાજ માટે અમે ટ્રીટમેન્ટના પ્રોટોકોલનો ઉપયોગ કરીએ છીએ. ક્લોટિંગને ઓછું કરવા માટે અમે લોહી પાતળું કરવા વાળી દવા દર્દીઓને આપીએ છીએ. આ દવાથી શરીરમાં ક્લોયિંગ પાતળું થાય છે અને ઓછું કરી દર્દીઓને બચાવે છે. એક્સ-રે અને સીટી સ્કેન દ્વારા પણ ક્રૂડ એનાલિસિસ કરી અંદાજો લગાવી શકાય છે કે શરીરમાં ક્લોટિંગ છે કે નથી.
એ ઉપરાંત પલ્મોનરી હાઇપરટેંશન અને રાઈટ ફેલિયરથી પણ બ્લડ ક્લોટિંગ જાણી શકાય છે. જો કે સરખી તપાસ અટોપ્સી દ્વારા પણ કરી શકાય છે. અટોપ્સી દ્વારા મૃત શરીરથી ઓર્ગન્સ કાઢી એની તપાસ જાણી શકાય છે કે દર્દીની મોત ક્લોટિંગથી થઇ છે કે બીજું કોઈ કારણ છે.
કેવી રીતે બને છે શરીરમાં બ્લડ ક્લોટ

ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના લગભગ 30% ગંભરી દર્દીઓમાં બ્લડ ક્લોટ બની રહે છે. સાઇન્સ મેગેઝીન નેચરમાં છપાયેલ એક આર્ટિકલ મુજબ , કોરોના વાયરસથી બ્લડ ક્લોટ બનવાનું સ્પષ્ટ કારણ નથી જાણી શકાયું જો કે, એક થિયરી એ છે કે ક્લોટિંગ ત્યારે થાય છે જયારે કોરોના વાયરસ રક્ત ધમનીઓ પર હુમલો કરે છે. વાયરસ એવું માનવ શરીરમાં હાજર એસીએ2 રીસેપ્તર દ્વારા કરે છે. જે પહેલા એસીએ2 રિસેપટરને પોતાનામાં જકળી લે તો ફરી રક્ત ધમનીઓ પ્રોટીન રિલીઝ કરવાનું શરુ કરી દે છે જેથી બ્લડ ક્લોટિંગ થવા લાગે છે.
બીજી થિયરી

બીજી થિયરી કહે છે કે માનવ શરીરમાં કોરોના વાયરસના હુમલાના કારણે શરીરનું સિસ્ટમ ઇન્ફ્લેમેટરી રિસ્પાન્સને હાઇપર એક્ટિવ કરી દે છે, આ ઇન્ફ્લેમેશન થી પણ બ્લડ ક્લોટિંગ શરુ થાય છે. એ ઉપરાંત, ઘણા લોકોમાં પહેલાથી જ બ્લડ ક્લોટિંગનું રિસ્ક હોય છે. એમાં વધારે ઉમર, વધુ વજન, હાઇપરટેન્શન,ડાયાબિટીઝ અથવા દેશી દવાઓ લેવી જેથી બ્લડ ક્લોટિંગનો ખતરો વધે છે. સ્વાઈન ફલૂ અને સાર્સ જેવા વાયરસ પણ બ્લડ ક્લોતનો ખતરો વધારે છે.
આ પણ વાંચો : વરસાદી વાતાવરણમાં થતી ગળાની ખરાશને ન સમજો કોરોના સંક્રમણ, આ ઘરેલૂ ઉપચારથી કરો દૂર…
