કેન્દ્ર સરકારે અનલોક-5માં સ્કુલ-કોલેજો શરૂ કરવા માટે આપેલી શરતી છુટ્ટ પછી અનેક રાજયો શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરાવવાની વિચારણા કરી રહ્યા છે ત્યારે અભ્યાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે.
બાળકો જ ફેલાવી શકે છે કોરોના
બાળકો કોરોના વાઈરસ ફેલાવી શકતા ન હોવાની માન્યતાને ફગાવતા જર્નલ ‘સાયન્સ’માં પ્રકાશિત વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસ રિપોર્ટમાં એમ કહેવાયું છે કે બાળકો જ કોરોના ફેલાવી શકે છે. બાકી ભારતમાં વૃદ્ધો કોરોનાથી મોતનું સૌથી મોટું જોખમ ધરાવતા નથી.
કોરોના નબળો પડયાની ગણતરીએ અમુક યુરોપીયન રાષ્ટ્રોએ સ્કુલો ખોલી નાખી હતી.

પાંચ ટકા લોકો અન્ય 80 ટકામાં ચેપ ફેલાવે
બાળકોથી કોરોના નહીં ફેલાવાની માન્યતા હતી. પરંતુ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે 5300 વિદ્યાર્થીઓએ અન્ય 2508 સાથી વિદ્યાર્થીને ચેપ લગાડી દીધો હતો. આ તમામ બાળકો એકસરખી જ ઉંમરના હતા. અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે કોરોનાના પ્રાથમીક લક્ષણો ધરાવતા પાંચ ટકા લોકો અન્ય 80 ટકામાં ચેપ ફેલાવે છે. 71 ટકા સંક્રમિતોથી કોઈને ચેપ લાગતો નથી. કોઈપણ કલસ્ટરમાં કોરોનાનો પ્રથમ કેસ મુખ્યત્વે પુરુષનો જ હોય છે તેનું કારણ એ છે કે ભારતમાં પુરુષો વધુ બહાર રહેતા હોય છે.
બંધ જગ્યાએ વધુ ફેલાય છે કોરોના

આ ઉપરરાંત સાથે પ્રવાસ કરવા પર કોરોના સંક્રમણ ઝડપથી લાગુ પડે છે એટલું જ નહીં કોઈપણ બંધ જગ્યા અથવા ઘરમાં પણ સંક્રમણ વધુ રહે છે. અભ્યાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ભારતીયો કોરોના સંક્રમણ હોવા પર હોસ્પીટલ મોડા જાય છે તે પાછળનું મુખ્ય કારણ નાણાનું હોય છે. ભારતમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોના મૃત્યુ સરેરાશ પાંચ દિવસની સારવારમાં થયા છે જે અમેરિકામાં બે સપ્તાહે થાય છે.
અન્ય એક એવુ પણ મહત્વનું તારણ નિકળ્યું છે કે ઉંચા મૃત્યુદર ધરાવતા રાષ્ટ્રોમાં વૃદ્ધ લોકોના મોત વધુ છે. જયારે ભારતમાં 65 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં મૃત્યુનું પ્રમાણ ઘટયુ છે તેનું કારણ ભારતીય વૃદ્ધો વધુ તંદુરસ્ત હોય છે.
આ પણ વાંચો : મુંબઈમાં કોરોના સાથે બીજા રોગોનો હુમલો, ફરી લોકડાઉનની ચેતવણી
