કોરોના વ્યરસના કારણે ઘણા ઉદ્યોગો નુકશાન થયું છે જેમાંથી એક છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ। કોરોનાની શરૂઆતમાં જ ચીનથી થતા ડાયમંડનું સૌથી મોટું હબ ગણાતું હોગકોંગના ડાયમંડ ઉધોગને સૌથી મોટો ફટકો પડ્યો હતો.ત્યારે હવે ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. સુરતનાં એસઇઝેડ (સ્પેશીયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી 8 મોટી કંપનીઓની પહેલા હોંગકોંગ બાદ આજથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. ગઈકાલે ડાયમંડ સૌથી મોટું એક્સપોર્ટ હબ ગણાતું ર્હોગકોંગ બજાર ખુલી ગઈ છે. જેને લઇ સુરત હીરા બુર્સ ખાતેથી 3000 કરોડના શીપમેન્ટ એક્ષ્પોર્ટ હોગકોંગ ખાતે તાજેતરમાં મોકલવામાં આવ્યા છે
સોશિયલ ડીસ્ટન્સનું કરવું પડશે

એન્ટવર્પમાં ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરીંગ યુનિટોમાં કામદારો 15 મીટરનું સોશ્યિલ ડિસ્ટન્સ જણાવવાનો આદેશ અપાયો છે. એન્ટવર્પમાં કોરોના વાયરસની કોઈમોટી અસર થઇ ન હતી. જેથી તે ફરી ઓપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ટવર્પમાં આજથી બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. જે 1.5 બિલિયન યુએસ ડોલર ઓછો રહ્યો જયારે રફનો એક્સપોર્ટ 51.3 ટકા ઓછો રહ્યો છે.
ઘણા દેશોએ ઉદ્યોગ શરુ કરવાનો કર્યો નિર્ણય

સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું છે ચીનના વુહાન સિવાયના શહેરોમાં કોરોના વાયરસ સંક્રમણની અસર ઓછી હોવાથી ચીનની સરકારે પણ જેમ્સ એન્ડ જવેલરીનું માર્કેટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સુરત અને મુંબઇથી પોલિશ્ડ ડાયંમડનો એક્સપોર્ટ શરૂ થયો છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન સુરત હીરા બુર્સથી 3000 કરોડના હીરા હોંગકોંગ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગે હોંગકોંગ અને સિંગાપોરથી ચીનમાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જવેલરીનો વેપાર થાય છે. સુરત એસઇઝેડમાં પણ 8 જેમ્સ એન્ડ જવેલરી કંપનીઓ પ્રોડકશન કરી રહી છે.
સુરત હીરા બુર્સને મળેલી પરવાનગીના કારણે સુરતથી 80થી વધુ હીરાના રૂ.1000 કરોડના પાર્સલ ઈમ્પોર્ટ થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા 20 દિવસમાં રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ થશે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ધમધમી રહ્યો છે.
આ પણ વાંચો : લોકડાઉન પછી આ પ્રકારે શરુ કરવામાં આવે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો, ગૃહ-મંત્રાલયે જણાવ્યા દિશા-સૂચનો
