સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ના કર્મચારીઓમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. મનપામાં અત્યાર સુધીમાં 500થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત છે. ત્યારે 14થી વધુ દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મનપાના વધુ ત્રણ કર્મચારીઓની કોરોનાથી મોત થઇ છે. જેમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ કે જેમની ઉમર માત્ર 35 વર્ષ છે તેવા ચેતન ભગતનું પણ મોત નિપજયું છે.
મનપાના સ્ટાફમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો
મનપાના સ્ટાફમાં સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, એડીશનલ સિટી ઈજનેર અને હાઉસિંગ વિભાગના વડા ડી.સી. ગાંધીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સાથે જ એસીઈ ગાંધી સહિત પરિવારના ત્રણ સભ્યો સંક્રમણનો ભોગ બન્યા છે.
એક જ દિવસમાં ત્રણ દર્દીઓના મોત
મનપાના અત્યાર સુધી 525થી વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. જેમાં વધુ ત્રણ કર્મચારીઓના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા છે. વીબીડીસી વિભાગમાં જ સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નીતિન મોદીનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું છે. મનપાના સૂત્રો મુજબ અનિલ પરમારને ગતરોજ જ કોવિડ માત આપી સારા થયેલ એક દાતાનું પ્લાઝમા પણ આપવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ચેતન ભગતનું પણ મોત નિપજયું.
આ પણ વાંચો : અમદાવાદ અગ્નિકાંડમાં 4 દિવસ પછી શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીની ધરપકડ
