કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિએ દાવો કર્યો છે કે તેઓ વુહાનના એક હોસ્પિટલમાં દાખલ જરૂર થયા હતા, પરંતુ દવા વગર તેઓએ પોતાનો ઈલાજ કર્યો. ધ સનની રિપોર્ટ મુજબ, કોનોર રીડ નામના 25 વર્ષના વ્યક્તિએ કહ્યું કે તેમણે વ્હિસ્કી અને મધથી પોતાને જાનલેવા બીમારીથી બચાવી લીધો. જો કે, કોઈ ડોક્ટરે સ્વતંત્ર રૂપમાં એમના દાવાની પુષ્ટિ નથી કરી.

કામથી ટીચર કોનોર બ્રિટનના વેલ્સના રહેવાસી છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી વુહાન માં જ પોસ્ટેડ છે. ત્યાં જ તેમને કોરોના વાયરસથી સંક્રમણ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, તેઓ કોરોનાથી સંક્રમિત થયા પછી પહેલા બ્રિટિશ નાગરિક છે. કોનોરને લગભગ 2 મહિલા પહેલાથી સંક્રમણ થયું હતું. તેમને ઘણો કફ થઇ રહ્યો હતો અને હોસ્પિટલમાં તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ હતી.

કોનોરે કહ્યું, ‘મેં ઈન્હેલરનો ઉપયોગ કર્યો અને હોટ વ્હિસ્કીમાં મધ ભેળવીને ઘણું પીધી. આ ઇલાજનો જૂનો નુસકો છે અને મને લાગે છે કે આ ટ્રીક કામ કરી ગઈ. મેં ડોક્ટરએ જણાવેલ એન્ટિબાયોટિક્સ લીધા ન હતા.’
ત્યાર પછી કોનોરને ઝૉન્ગનાન યુનિવર્સીટી હોસ્પિટલમાંથી છુટ્ટી આપી દેવામાં આવી. જણાવી દઈએ કે કોરોના વાયરસથી મોતનો આંકડો 361 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી કોઈ વેક્સીન તૈયાર થઇ સકી નથી.
