ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને લઇ પર્શનલ પ્રોટેક્ટિવ એકવીપમેન્ટ(PPI ) અને ટેસ્ટિંગ કીટની માંગ વધી રહી છે. જેને જોતા કેન્દ્ર સરકારે અંદાજો લગાવ્યો છે કે આવનારા બે મહિનામાં ભારતમાં સેની સેની જરૂરત પડશે જેમાં…
2.7 કરોડ N95 માસ્ક
1.5 કરોડ PPI
16 લાખ ટેસ્ટિંગ કીટ
50 હજાર વેન્ટિલેટર
ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે સરકારે વાત કરી
સૂત્રો મુજબ 3 એપ્રિલે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતએ કેટલાક બિઝનેસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી, જેમાં ખાનગી સેક્ટર, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે, કે ભારતને આવનારા સમયમાં આ વસ્તુઓની કેટલી જરૂરત પડી શકે છે.
આ પણ વાંચો : RBI ના પૂર્વ ગવર્નરે કોરોના કારણે સર્જાયેલી આર્થિક સંકટને નાબૂદ કરવા, આ પ્રમાણેની રણનીતિ બનવા જણાવ્યું…

34 હાજર વેન્ટિલેટરનો આપ્યો ઓર્ડર
અધિકારીઓ અનુસાર જૂન સુધી 50 હજાર વેંટિલેટરની જરૂર પડશે, જેમાંથી 16 હજાર અત્યારે ઉપલબ્ધ છે અને બાકી 34 હજાર વેંટિલેટર માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અધિકારીઓનો આ જવાબ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓના તે સવાલ બાદ આવ્યો, જેમા તેમણે પૂછ્યુ હતું કે, આ પ્રોજેક્ટ માટે સરકારને વાસ્તવમાં કેટલી જરૂર છે. તેમના અનુસાર કોઇ પણ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે તેની જાણકારી હોવી જરૂરી છે.
કોણ કોણ હાજર હતા આ મિટિંગ
આ મિટિંગમાં અમિતાભ કાંત ઉપરાંત સલાહકાર ડો.વિજયરાઘવન, એનડીએમએ સદસ્ય કમલ કિશોર, સીબીઆઈસી સભ્ય સંદીપ મોહન ભટનાગર, અધિક ગૃહ સચિવ અનિલ મલિક, પીએમઓમાં સંયુક્ત સચિવ ગોપાલ બગલે અને કેબિનેટ સચિવાલયના ઉપસચિવ ટીના સોની હાજર હતા. ઇન્ડસ્ટ્રીઝ તરફથી ફિક્કીના પ્રમુખ ડો.સંગીતા રેડ્ડી, ફિક્કીના વરિષ્ઠ ઉપપ્રમુખ ઉદય શંકર, ફિક્કીના ઉપપ્રમુખ મહેતા, હની વેલના અશ્વિની ચનન અને મહાજન ઇમેજિંગના હર્ષ મહાજન ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા અનોખી ઉજવણી
