દેશમાં કોરોના વાયરસ હજુ સ્ટેજ 2 પર છે એટલે સ્થાનીય સ્તર પર લોકોને સંક્રમિત કરી રહ્યા છે. પરંતુ એ સમુદાય સંક્રમણ પર પહોંચી ગયું તો મુશ્કેલી થશે. માટે આગલા કેટલાક કલાક ઘણા મહત્વપૂર્ણ છે. ઇન્ડિયન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો એની તપાસ કરી રહ્યા છે.
સરકાર પ્રયાસ કરી રહી છે, ત્રીજા સ્ટેજ પર ન પહોંચે

ICMRના વૈજ્ઞાનિક ડૉ.આરઆર ગંગાખેડકરે કહ્યું કે આવતા 24 કલાકમાં ખબર પડી જશે કે કોરોના વાયરસએ ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ કર્યું કે નહિ. એટલે ત્રીજા સ્ટેજ પર પહોંચ્યું કે નહિ. મેથમેટિકલ મોડલિંગ પર કામ થઇ રહ્યું છે અમને મંગળવાર સુધીમાં કેટલી માહિતી મળશે. કારણ કે હાલમાં જ આઈસીએમઆરના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવે કહું હતું કે જો કોરોના વાયરસ દેશમાં ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું તો એને સંભાળવું ઘણું મુશ્કેલ બની જશે. માટે હવે સરકાર પ્રયાસ કરી રહી છે કે એ ત્રીજા સ્ટેજ પર ન પહોંચે
લોકડાઉનનું કડક પાલન કરાવવાના ઓર્ડર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પોતાના સ્તરની પરિસ્થતિ મુજબ એ વિસ્તારની જોખમની આકરણી કરતાં ઓળખ કરવાનું કહ્યું છે જ્યાં લોકડાઉનની જરૂરત છે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય। અગરવાલે કહ્યું કે હરિયાણાના ઝજ્જર સ્થિત 80 બેડની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટને કોવિડ-19 દર્દીની સારવાર માટે રિઝર્વ કરાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે 1200 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે. સાથે જ વડાપ્રધાન મોદીએ પણ રાજ્યોને લોકડાઉનનું કડક પાલન કરવુ કરવવાની સૂચના આપી દીધી છે.
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. ત્યારે 8 લોકોના મોટ થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ 89 દર્દીઓ છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 29 પર પહોંચી ગઈ છે. ત્યાં 67 કેસની સાથે કેરળ બીજા નંબર અને દિલ્હી 30 કેસ અને એકનું મોત સાથે દિલ્હી ત્રીજા નંબર પર પ્રભાવિત દેશ છે.
5% દર્દીને જ દાખલ કરવાની જરૂર

ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે 80 ટકા કેસમાં સામાન્ય બીમારી હોય છે. તેમને સંક્રમણની ખબર પણ પડતી નથી. 20 ટકા કેસમાં કોવિડ-19થી તાવ અને ખાંસી આવે છે અને અંદાજે 5 ટકા સંક્રમિતોને દાખલ કરવાની જરૂર પડે છે. ગંભીર રીતે બીમારી દર્દીઓની સારવાર અલગ-અલગ લક્ષણોના આધાર પર જ કરાય રહી છે. કેટલીક દવાઓના કોમ્બિનેશન અજમાવાય છે પરંતુ સારવાર માટે હજુ સુધી સટીક દવા મળી નથી. ઇટલી, અમેરિકા અને યુકેમાં હજુ પણ મોતનો સિલસિલો ચાલુ છે જ્યાં સ્વાસ્થ્ય તંત્ર સૌથી વધુ દુરસ્ત છે.
