શહેરમાં કોરોનાને લઇને ગતરોજ વધુ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ તમામ પોઝિટિવ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ દેખીતા લક્ષણો ન હતા. શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લાનાં કેસ મળી કુલ 27 લોકો કોરોના પોઝિટિવ બહાર આવી ચુક્યા છે. જોકે, હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન કેસમાં વધારો આવતા તંત્રની દોડધામ વધી જવા પામી છે.

કોરોના અંગે સરકારના 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકોને પોતાના ઘરમાં રહેવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અવારઅનવર સૂચના આપવામાં આવે છે. તમામ તકેદારી વચ્ચે પણ સતત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે જેને લઇને તંત્રની ચિંતા પણ વધી છે. લોકલ ટ્રાન્સમિશનનાં કેસ સામે આવતા હોવાના કારણે તંત્ર દ્વારા રાંદેર અડાજણ કેટલાક વિસ્તાર અને ઝાંપાબજારને કન્ટેન્ટમેન્ટ હેઠળ જાહેર કરીને 97 હજાર લોકોને હોમક્વોરન્યાઇન કર્યા હતા. ગતરોજ વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : શું ગરમી કોરોના વાયરસના સંક્રમણને રોકવા કરશે મદદ ? જાણો શું કહે છે સ્ટડી

- વિનોદ ગાવિત નામનો 23 વર્ષિય યુવકમાં કોરોના પોઝિટિવ, તે લોખાત હોસ્પિટલનાં ડ્રાઈવરનો રૂમ પાર્ટનર છે. રાંદેરની અલ-અમીન રેસિડન્સીનાં કોરોના પોઝિટિવ અહેસાન ખાનને લોખાત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જનાર ડ્રાઈવર સાજીદ અંસારીનો રૂમ પાર્ટનર અને લોખાત હોસ્પિટલમાં હેલ્થ કેર વર્કર તરીકે કામ કરતા વિનોદ શાંતિલાલ ગાવિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિનોદમાં પ્રાથમિક તપાસમાં કોઈ લક્ષણો દેખાયા ન હતાં.
- કનૈયાલાલ ઠાકોરદાસ મોદી, 63 વર્ષ, તેમનું એડ્રેસ દિવ્ય વસુંધા એપાર્ટમેન્ટ, વરાછા ઝોન ઓફિસ પાસે વરાછા ઝોન ઓફીસની પાસે આવેલા દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ શાકભાજી લે-વેચનું કામ કરતાં કનૈયાલાલ ઠાકોરદાસ મોદીનાં સેમ્પલ કોમ્યુનીટી ટેસ્ટીંગ દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તારીખ 3 સુધી કનૈયાલાલ એપીએમસી આવતા જતા હતાં.
- સોહેલ અબ્દુલ સત્તાર પટેલ, 35 વર્ષ, કોરોના પોઝિટિવ દર્દી ઝુબેદાબેનનો પુત્ર રાંદેર ગોરાટ રોડ ખાતે આવેલી મેરુલક્ષ્મી સોસાયટીમાં રહેતા સોહિલ અબ્દુલ સત્તાર પટેલ કોરોનાગ્રસ્ત માતા ઝુબેદા પટેલના સંપર્કમાં આવ્યા હતા અને કોરોનાનો ચેપ લાગ્યો. તેમની પ્રાથમિક તપાસમાં કોઈ લક્ષણો દેખાયા ન હતા.

જિલ્લામાં કોરાના પોઝિટિવનો આંકડો 27 પર પહોંચ્યો છે. જે પૈકી ચારના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. હોટ સ્પોટ એવા રાંદેર, બેગમપુરામાંથી 128 લોકોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આઠના રિપોર્ટ પેન્ડિંગ હોવાની માહિતી કમિશનરે આપી હતી.આ વિસ્ત્તારમાં વધારે કેસ બહાર આવ્યા હોવાના કારણે ચેપને રોકવાના તમામ પ્રયત્નો સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
