સુરતમાં કોરોનાથી પરિસ્થિતિ દિવસેને દિવસે કફોડી બનતી દેખાઈ આવે છે. દરરોજ સુરતમાં 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના આંકડો કુલ 14 હજારને પાર પહોંચી ગયો છે ત્યારે 600થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આવી પરિસ્થિતમાં કોરોના સામે લડાઈ લડી રહેલા કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડોક્ટરો પણ આ મહામારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતા માત્ર 34 વર્ષના ડોક્ટર હિતેશ લાઠીયા કોરોના સામે લડતા લડતા જંગ હારી ગયા.
વિનસ હોસ્પિટલમાં કોરોના વોરિયરની મોત

કોરોના સામે ભગવાન બનીને રાત દીવસ કોરોના દર્દીઓની સેવા કરી રહેલ એવા ડોકટર. કે જેઓએ કેટલાય દર્દીઓને સારા કરી પોતાના ઘરે મોકલ્યા. કોઈ જેમની પાસે જવા નથી માંગતું તેઓની સાથે રાત દિવસ રહી તેઓ તેમનો ઈલાજ કરી રહ્યા. જેથી તેઓ પણ જાતે આ મહામારીનો ભોગ બની રહ્યા છે. ડોકટરો અનેક કાળજીઓ રાખી તેઓની સેવા કરે છે. આવા ડોક્ટરોનો આપડે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
આજે સુરતની વિનસ હોસ્પિટલ ફરજ બજાવતા કોરોના વોરિયર ડો. હિતેશ લાઠીયાનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. જેઓ માત્ર 34 વર્ષની ઉંમરે કોરોના સામે લોકોના જીવ બચાવતા શહિદ થયા છે. ડો. હિતેશ લાઠીયાના કરુણ મોતથી તેમના પરિવારજનો ખુબ જ દુઃખની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી આ ક્ષેત્રે થશે મોટો ફાયદો
