કોરોના વાયરસ સુરત(Corona virus surat)માં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે આ વાયરસને અટકાવવા કોરોના વોરિયર્સ(Corona Warriors) દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital) સેનેટરી વિભાગના 1200 જેટલા કર્મચારીઓ સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેકશનની કામગીરી ખંતપૂર્વક નિભાવી રહ્યાં છે. જેઓ નવી સિવિલ અને કોવિડ-૧૯ હોસ્પિટલને સ્વચ્છ અને સુધડ રાખવાનું કામ પુરી નીષ્ઠાથી કરી રહ્યા છે.

જનરલ વોર્ડથી લઇ મેડિકલ સાધનોની સફાઈની કામગીરી
વર્ગ-4ના આ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડ, ઓ.પી.ડી., કોવિડ વોર્ડની સાફ-સફાઈ, દર્દીઓની સારસંભાળ તથા દર્દીઓના બેડ સુધી ભોજન, પાણી, દવાઓ પહોંચાડવાનું કામ, અશક્ત દર્દીઓને વ્હીલચેર પર ટોઈલેટ, બાથરૂમ સુધી લઈ જવા, બેડશીટ બદલવી, કપડાં બદલવવાં, દવા પીવડાવવાથી લઇ વેન્ટીલેટર મશીનો, તમામ મેડિકલ સાધનો, ડોક્ટર્સના ઇન્સ્ટ્રમેન્ટસની સાફસફાઈ જેવી કામગીરી પુરી ઈમાનદારીથી કરી રહ્યા છે. આ કોરોના વોરિયર્સ કોવિડ વોર્ડમાં દર્દીઓની સારવાર શુશ્રુષા માટે હંમેશાં હાજર રહે છે.

દરેક જગ્યાએ સેનિટાઇઝિંગ કરવાની કામગરી
ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પરિમલ શર્માએ કહ્યું, કોરોનાની સુરતમાં શરૂઆતથી જ અમારા સેનેટરી વિભાગની 1200 કર્મચારીઓની ટીમ સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડની સાફ સફાઈ અને સેનેટાઈઝનું કામ કરે છે. કોરોનાથી નિધન પામેલા મૃતકોના પાર્થિવ શરીરને પણ પ્લાસ્ટિક બેગમાં ગોઠવવાનું કામ, હોસ્પિટલના તબીબો, આરોગ્ય સ્ટાફ, દર્દીઓના પરિવારજનોની સુરક્ષા માટે સતત સેનિટાઈઝેશન, દવા છંટકાવ, અને સાફસફાઈનું કાર્ય, હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટના નિકાલનું કામ અમારી ટીમ કરી રહી છે. વિભાગના મહત્તમ કર્મચારીઓ રજા લીધા વગર સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. ચાર સેનેટરી ઇન્સ્પેકટરોની દેખરેખ હેઠળ તમામ કામગીરીનું ધ્યાન રાખવામાં આવે છે. આ રોગનું સંક્રમણ ન થાય તે માટે દર્દી પાસે પરિવારજનો આવી શકતા નથી. માટે તેઓની શક્તિ વધારવા સફાઈકર્મીઓ દરેક દર્દીના પરિવારજનો બને છે. તેમને માનસિક સંધિયારો આપે છે.
આ પણ વાંચો : જાણો કોણ છે રાફેલને ભારત લાવનાર હીરો, જેના પર આખા દેશને છે ગર્વ
