ગુજરાતમાં કોરોનાનું નવું હોટસ્પોટ બનેલ સુરત(surat)માં છેલ્લા કેટલાય દિવસથી દરરોજ 250થી વધુ પોઝિટિવ(Positive) કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ દર્દીઓને ઈલાજમાં ફાંફા પડી રહ્યા છે ને શહેરમાં કોરોના વાયરસના ઇલાજમાં લેવામાં આવતા ઇંજેકશન(Corona Injection)ની કાળાબાજરી જોવા મળી છે.
સુરતમાં ઈન્જેક્શનની કાળાબજારી
કોરોના સારવાર માટે લેવાતા ઇન્જેક્શન ટોસિલિઝુમાબની સુરતમાં કાળાબજારી થઇ રહી છે. સાર્થક ફાર્મા અને ન્યુ શાંતિ મેડિસીન્સ દ્વારા 40 હજારનું ઇન્જેક્શન 41 હજાર માં ખરીદી 45 હજારમાં વેચવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ કમિશનરે બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં બે ઇંજેકશન મળી આવ્યા છે.

સુરતના મહિલા ફાર્માસીસ્ટ દ્વારા દર્દીઓની ગરજ પ્રમાણે 50 હજાર રૂપિયાથી લઇને 1 લાખ સુધીના ભાવ વસૂલવામાં આવતા હતા. આ રેકેટનું પગેરૂં અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના ફાર્માસીસ્ટ સુધી પહોંચ્યું છે. આ એજન્સી દ્વારા વેપારીને 40 હજાર રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચવામાં આવ્યું હતું. એજન્સીના લાયસન્સ હોલ્ડર ઉમા કેજરીવાલની પૂછપરછ કરતા તેમની પાસેથી બીલ મળ્યા ન હતા. તેમની પાસેથી ખરીદેલું એક અને દુકાનમાં હાજર બે મળીને કુલ ત્રણ ઇન્જેક્શન જપ્ત કર્યા હતા. વધુ સઘન પૂછપરછ દરમિયાન બિલ વિનાનું ઇન્જેક્શન એક ખાનગી કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટીવ પાસેથી ખરીદવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
ફોજગારી ગુનો દાખલ કરાશે
મળેલ માહિતી મુજબ, જ્યારે અધિકારીઓએ એમઆરને શોધીને તેની પુછપરછ કરતા તેને અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટ કોઇ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લાવી આપતો હોવાનું અને તેના આધારે ઇન્જેક્શન ખરીદતો હતો.ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતના હોલસેલ ફાર્માસીસ્ટ ઉમા કેજરીવાલ, એમઆર અને ટીબી હોસ્પિટલના ફાર્માસીસ્ટના નિવેદન લેવાયા છે હવે તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ આપ્યો આવો જવાબ

જયારે દર્દીના સગાએ આરોગ્ય મંત્રી કિશોર કાનાણી સાથે વાત કરી ત્યારે આરોગ્ય મંત્રીએ તેઓને જવાબ આપતા કહ્યું કે, મને પણ ઇન્જેક્શન નથી મળતા, હું પણ શોધી જ રહ્યો છું. મને પણ ઈન્જેક્શનની જરૂરત છે. આ અંગે આરોગ્ય મંત્રીનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહ્યો છે. જો સરકાર જ આ રીતે લાચારી બતાવી રહી હોય તો સામાન્ય જનતાનું શું થાય. જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો : વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ, જાણો સરેન્ડરની આખી સ્ટોરી
