સુરત શહેર અને જિલ્લામાં ઝડપથી કોરના(corona)નું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત અને જિલ્લા કુલ 236 કેસ સામે આવ્યા. તેની સાથે કુલ પોઝિટિવ(positive)નો આંકડો 16,273 થયો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા જેની સાથે સુરત શહેર જિલ્લા અત્યાર સુધીમાં કુલ 705 લોકોના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 223 લોકો સારા થયા સાથે જ અત્યાર સુધીમાં 12,342 લોકો સારા થઇ ઘરે ગયા છે.
સુરત શહેરની કોરોના અપડેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં કુલ 177 કેસો નોંધાયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં 13,058 કુલ કોરોના ના કેસો સામે આવ્યા. ત્યારે 5 લોકોના મોત થયા જેની સાથે કુલ મોતનો આંકડો 554 પર પહોંચ્યો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા, સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 9781 લોકો સારા થયા છે
વિવિધ ઝોન મુજબ કોરોનાના કુલ આંકડા
સેન્ટ્રલ- 1499, વરાછા એ – 1724, વરાછા બી- 1268, રાંદેર- 1731, કતારગામ- 2607, લીંબાયત- 1669, ઉધના- 988, અઠવા- 1572

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 40 ત્યારે રાંદેર ઝોનમાં 34 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. કતારગામ ઝોનમાં 254 નવા કેસ નોંધાયા તો વરાછા-એમાં 18 પોઝિટિવ નવા કેસ નોંધાયા. ત્યારે સુરત શહેરમાં 39,099 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
સુરત જિલ્લા કોરોના અપડેટ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 59 કેસ સામે આવ્યા જેની સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3215 થઇ. ત્યારે 5 લોકોના મૃત્યુ સાથે કુલ મોતનો આંકડો 151 પર પહોંચ્યો. ગઈકાલે 40 લોકો ડિસ્ચાર્જ થયા સાથે કુલ 2560 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

ગઈકાલે 618 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, સાથે જ કુલ હાલ 5429 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : ફેસબુક પર એક પોસ્ટના કારણે સળગ્યું બેંગ્લોર, જાણો શું છે સમગ્ર ઘટના
