કોરોના વાયરસના કહેર સામે દુનિયાના મોટા મોટા દેશો ઘૂંટણ પર આવી ગયા છે. જેની અસર દુનિયાની આર્થિક સ્થિતિ પર ઘણી ખરાબ રીતે પડી રહી છે.ત્યારે આ બધા વચ્ચે અમેરિકાનો ‘સુપર પાવર’ તાજ જ છીનવાઈ જાય તેવી અટકળો ચાલી રહી છે. જે અમેરિકા પાસેથી ચીન પાસે આવી જાય. કોરોના વાયરસથી બચવા દુનિયા ચીનના શરણમાં છે। ગણતરીના દેશ છોડીને આખી દુનિયા કોરોનના ખતરામાં સપડાયેલું છે. અને ચીન જ દુનિયાને બચાવી શકે છે.
દુનિયા ચીન પર નિર્ભર
આખી દુનિયાને કોરોના સામે લડવા ચીનની જરૂરત છે. કારણ કે ચીન પાસે અનુભવ અને મેડિકલ ઇક્યપમેન્ટ બંને છે. દુનિયાના અમેરિકા સહીત તમામ મોટા દેશો મહામારીથી બચવા માટે ચીનની મદદ લઇ રહ્યા છે. ઇટલી અને અમેરિકાએ કોરોનાને શરુઆતનાં સમયે ચીની વાયરસ કહી રહ્યું હતુ. પરંતુ હવે ઇટલી જ ચીનની મદદ માંગી રહ્યું છે. સ્પેન જે મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે તે પણ ચીનની શરણમાં છે અને તે ચીન પાસેથી અત્યાર સુધી 36 અબજ રૂપિયાનાં મેડિકલ ઇક્યૂપમેન્ટ ખરીદી ચુક્યું છે. અમેરિકાએ ચીન પાસે ઇક્યૂપમેન્ટ આયાત કરી રહ્યું છે. ચીન ઈરાન અને કેનેડાને પણ મેડિકલ ઇક્યૂપમેન્ટ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
આ પણ વાંચો : આ કારણે કોરોના ભારતમાં નહિ કરી શકે વધારે નુકસાન , સ્ટડી દ્વારા થયું સાબિત…

ચીન પોતાની અર્થવ્યસ્થા મજબૂત કરી રહ્યું
લગભગ 50 જેટલા એવા દેશ છે જે કોરોના સામે ચીનનાં ભરોસે લડી રહ્યા છે ત્યારે ચીન આ તકનો લાભ લઇને પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, સાથે જ માલ વેચીને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરી રહ્યું છે. આ મહામારીના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા નબળી થઇ રહી છે. તેથી ઓછા સમયમાં દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બની જશે અને તેનો સુપરપાવર બનવાનો રસ્તો સાફ થઈ જશે. દુનિયામાં સૌથી વધારે મેન્યૂફેક્ચરિંગ ચીનમાં થાય છે.
અમેરિકામાં મંદી 2008 કરતા પણ ભયંકર હશે

અમેરિકામાં હાલ કોરોનાના સૌથી વધુ દર્દી છે. આ સમયમાં અમેરિકાની અર્થવ્યવસ્થા પર સૌથી ખરાબ અસર પાડવાની છે. દુનિયા પર દબદબો બનાવવાનું યુદ્ધ ઇકોનોમી પર છે ત્યારે દુનિયાની ઇકોનોમી કેપિટલ મનાતુ ન્યૂયૉર્ક કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે અને સંપૂર્ણ રીતે લોકડાઉન છે. ચીન આ તકનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને ધડાધડ યૂરોપિયન અને અમેરિકી કંપનીઓનાં ધ્વસ્ત થયેલા શેર 30 ટકાથી પણ ઓછી કિંમત પર ખરીદી રહ્યું છે. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે કોરોનાનાં કારણે અમેરિકા અને યૂરોપમાં આવનારા 6 મહિના મંદી રહેશે અને એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે અમેરિકામાં મંદી 2008 કરતા પણ ભયંકર હશે.
અમેરિકા અને ચીન સામે-સામે

2017માં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં આયાત-નિકાસમાં હરીફાઈ વધારવા પર ભાર આપવા એક નવી નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીની જાહેરાત કરી હતી. કારણ કે તેને ખબર હતી, કે હરીફાઈ વધશે તો દુનિયાનો કોઈપણ દેશ ખાસ કરીને ચીન તેને હરાવવાની સ્થિતિમાં નહીં હોય. ત્યારબાદ ચીન અને અમેરિકા સામ-સામે આવી ગયા હતા અને પછી આવ્યો કોરોના વાયરસ. કોરોનાનાં કારણે હરીફાઈની તક જ ના મળી અને અમેરિકા હરીફાઈમાં પહેલાથી જ હાર માની ગયું. કોરોનાનાં કારણે અમેરિકાની સાથે સાથે આખી દુનિયાની ઇકોનોમીની ગગડી ગઈ છે.
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે દેશના ઘણા વિસ્તારો હોટસ્પોટ જાહેર કરાયા, જાણો શું છે હોટસ્પોટ ?
