દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 45,720 કેસ નોંધાયા છે જેની સાથે દેશમાં કોરોનાનો કુલ આંકડો 12,38,635 પર પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,720 કેસ નોંધાયા છે. ત્યારે કોરોના મહામારીથી છેલ્લા 24 કલાકમાં 1129 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 29,861 લોકોના મોત થયા છે. ત્યારે 7,82,606 લોકો આ સારા થયા છે અને હવે ભારતમાં 4,26,167 કોરોનાના એક્ટિવ કેસ છે.
ત્યારે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,50,823 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં 1,50,75,369 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
ભારતમાં ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,576 કેસ, તામિલનાડુમાં 5849, દિલ્હીમાં 1227, કર્ણાટકમાં 4764, આંધ્ર પ્રદેશમાં 6045 અને ઉત્તર પ્રદેશમાં 2300 નવા કેસ નોંધાયા છે.
