દુનિયાભરમાં કોરોના વાયરસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 2.90 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે એ બધા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સમગ્ર વિશ્વ કોરોનાનો ફેલાવો ઘટી રહ્યો છે. ભલે કેસ વધી રહ્યા છે. પરંતુ વધવાનો દર ઘટી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 43 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે અને 15 લાખથી વધુ લોકો સારા થઇ ગયા છે. જયારે કોરોનાથી થતી મૃત્યુનો દર ઘટીને 16 ટકા થઇ ગયો છે જે 20% હતો.
કોરોનાથી અમદાવાદમાં સૌથી વધુ મોત

અમેરિકામાં ૧૩.૯૦ લાખ કેસ નોંધાયા છે, જ્યારે ૮૨ હજારથી વધારે મોત થયા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કેે ટેસ્ટ કરવાની કામગીરી સતત ચાલુ છે અને ટુંક સમયમાં એક કરોડને પાર પહોંચી જઈશુું. ત્યારે ન્યુયોર્ક શહેરના મેયરે કહ્યું હતું કે શહેરને જૂન મહિના સુધી બંધ રાખવાની અમારી તૈયારી છે.અમેરિકામાં વ્હાઈટ હાઉસ ટાસ્ક ફોર્સના ડૉ. એન્થની ફોસીએ જણાવ્યું હતું કે અમેરિકાને ફટાફટ રિ-ઓપન કરવાની નીતિ યોગ્ય નથી. તેના આકરા પરિણામો આવી શકે છે.
