આજથી દેશમાં વિશ્વનું સૌથી મોટા વેક્સીનેશનની શરૂઆત થઇ ગયી છે. ત્યારે સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોજ-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું છે. કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાને લઈને સ્વદેશી વેક્સીન આવી ગયી છે. અને આજથી આખા દેશમાંરસીકરણની શરૂઆત થઇ ગયી છે. ગુજરાતમાં પણ દરેક શહેર અને જીલ્લાઓમાં રસીકરણ શરુ થઇ ગયું છે. ત્યારે સુરત શહેરમાં પણ રસીકરણના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોજ-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
#BreakingNews : વડાપ્રધાન મોદીના સંબોધનનમાં શું કહ્યું ?
— News Aayog (@newsaayog) January 16, 2021
* વધુ માહિતી માટે https://t.co/znQZZUgNfL
Join our Telegram Channels : https://t.co/QZtpmIB5JR
#CoronaVaccine #LargestVaccineDrive #CoronaVirus #DrMonaShashtri #SuratNews #LatestNews #OnlineNews #NewsAayog pic.twitter.com/4Oj2dH9sqa
આ દરમિયાન સુરતના સૌથી જાણીતા અને દેશભરમાં કોરોનાકાળમાં ટ્રીટમેન્ટ માટે વખણાયેલા ડૉ. સમીર ગામીએ પણ કોરોના વેક્સિન લીધી હતી. જે સાથે જ તેમને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોને જલ્દીથી જ રાહત મળશે.
આ ઉપરાંત ડૉ. પારૂલ વડગામાથી લઇ IMA ના સેક્રેટરી ડૉ. રોનક નાગોરિયાએ પણ વેક્સિન લીધી હતી. જે સમયે સુરત નવસારી સાંસદ સીઆર પાટીલ ત્યાં હાજર રહ્યા હતા સાથે જ મનપા કમિશ્નર પણ ત્યાં હાજર રહ્યા હતા.
તેમજ શહેરના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી સ્વાતી સોસાયટી સ્થિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ ખાતે પણ કોરોનાની વેક્સિન આપવાની શુભ શરૂઆત થઇ હતી. પ્રથમ રાઉન્ડમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને અગ્રણી ડોક્ટરોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. જે પૈકી ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ડાયમંડ હોસ્પિટલના અગ્રણી દિનેશ નાવડિયા, ડાયમંડ હોસ્પિટલના પ્રમુખ સી પી વાનાણી સહિત ડો.હરેશ પાઘડાળ સહિતના અગ્રણીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત શહેરના પ્રત્યેક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે. સુરત શહેરના રિંગરોડ સ્થિત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોરોનાનું રસી કરણ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP