સુરતમાં કન્ટેઈન્ટમેન્ટ વોર્ડમાં આવતી બેંકોની બ્રાંચને બંધ કરવા માટે સુરત પાલિકા કમિશનર બી.એન.પાની દ્વારા શહેરની લીડ બેંકને સૂચન કરાયું છે. જેનો અમલ શહેરની તમામ નેશલાઈઝ્ડ, ખાનગી અને કો.ઓપરેટીવ બેંકોએ કરવાની રહેશે. જેના કારણે સુરતમાં કુલ 45 જેટલી નેશનલાઈઝ્ડ, કો.ઓપરેટીવ અને ખાનગી જેટલી બેંકોની 350 બ્રાંચ આવેલી છે.
શું થશે અસર ?
સામાન્ય દિવસોમાં સુરતમાં 700 થી 800 કરોડનું ક્લિયરીંગ થાય છે. કોરોનાના કારણે કરવામાં આવેલા બંધથી આ દૈનિક ટ્રાન્ઝેક્શનનો આંક ઘટીને 10 થી 15 ટકા પર આવી ગયો હોવાનો શહેરના બેંક પદાધિકારીઓનું કહેણું છે. હજુ કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી નથી. ત્યારે તેને અંકુશમાં લેવા માટેના ઉદ્દેશથી એક પગલું કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં આવેલી બેંકોને બંધ કરવા રૂપે લેવામાં આવી છે. જેનો આદેશ પાલિકા કમિશનર દ્વારા સોમવારે સાંજે લીડ બેંકને આપવામાં આવ્યો હતો.
પ્રમુખ બેંક મેનેજર સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, કુલ 30 જેટલા વોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં અંદાજે 150 જેટલી બેંકની બ્રાંચિસ બંધ રહે તેવી શક્યતાં છે. અમે તમામ બેંકોને સૂચન કરી દીધું છે. આવનારા દિવસમાં અમે તમામ બેંકોની કેટલી અને કઈ બ્રાંચ બંધ રાખવામાં આવી છે તેની વિગતો મંગાવીશું. જોકે, ક્લિયરીંગ હાઉસ અને એટીએમ સર્વિસ ચાલુ રહેશે.
સરકારી યોજનાના લાભાર્થીઓ અટવાશે
વિવિધ બેંકોના મેનેજરો સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું છે કે, જે કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં બેંકો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. તેના માટે વિવિધ બેંકોના પદાધિકારીઓને બોલાવી તેમની સાથે સર્વે કરીને ધીમે-ધીમે બેંકો બંધ કરવા મુદ્દે આદેશ આપવાની જરૂર હતી. આ નિર્ણયના કારણે સામાન્ય ખાતેદારોની હેરાનગતિ વધશે. મોટાભાગે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારના લોકો એવા છે કે જ્યાં પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓનો લાભ તે બેંક મારફતે મળે છે. જો આ વિસ્તારની જ બેંકો બંધ રહેશે તો તે બ્રાંચના ખાતેદારોની હેરાનગતિ વધશે.
