હાલ કરોના વાયરસને લઇ દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉન લાગી ગયા છે. અને ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને કહ્યું માફ કરજો કરજો અમુક લોકો મરશે પરંતુ ફેકટરીઓ બંધ ન થાય.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલોનસરોએ શુક્રવાર રાત્રે કોરોના વાઈરસને લઈને દેશને સંબોધન કહ્યું હતું. તેમાં તેમને કહ્યું હતું કે માફ કરજો અમુક લોકો મરશે જ. માર્ગ અકસ્માતમાં લોકોના મોત થાય તો શું કાર ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે. તેમણે જણાવ્યા કે બ્રાઝીલની અર્થવ્યવસ્થાના પાવર હાઉસ સમાન સાઓ પાઉલોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

બ્રાઝિલના આ રાજ્માં સૌથી વધુ મોત
બ્રાઝીલમાં સૌથી વધારે કેસ અને મૃત્યુઆંક રાસાઓ પાઉલોમાં નોંધાયો છે. ત્યાં 1233 કેસ સામે આવ્યા છે અને 68 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, અમારે એ જોવાની જરૂર છે કે અહીં શું થઈ રહ્યું છે. અહીં રાજકીય હીતો માટે મોતની સંખ્યાના આંકડાની રમત નથી.
કોરોના વાઈરસને સામાન્ય તાવની બીમારી ગણાવી
રાષ્ટ્રપતિ બોલોનસરોએ કોરોનાથી થયેલા મોતના આંકડા ઉપર શંકા વ્યક્ત કરતા કહ્યું, કે મને શંકા છે કે રાજકીય લાભ ખાટવા માટે કેસને વધારીને બતાવવામાં આવી રહ્યા છે. તેમણે ગવર્નર દ્વારા આપવામાં આવેલા નિવેદનનોની નંદા કરતા કહ્યું કે તેમને સાઓ પાઉલો રાજ્યમાં સામે આવેલા કેસ પર વિશ્વાસ નથી. તેમણે કોરોના વાઈરસને સામાન્ય તાવની બીમારી ગણાવી.
