ભારતમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કર્યા પછી કોરોનાને કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે, ખાનગી લેબને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટને લઈને થયેલી અરજીમાં કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર, હવે કોરોના ટેસ્ટ માટે ખાનગી લેબને કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. ડોક્ટરના પ્રિ-સ્ક્રીપ્શનના આધારે કોઈપણ પ્રાઈવેટ લેબમાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે.

રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે તબીબ અને લેબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. તે ઉપરાંત, સરકારમાન્ય એપ્લિકેશન પર વિગત અપલોડ કરવી પડશે. પરંતુ, ટેસ્ટની માહિતીને લેબોરેટરીઓએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ-મેલ દ્વારા જાણ કરવાની રહેશે અથવા તો સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાની રહેશે.
આ પણ વાંચો : ભારત માટે સૌથી મોટી રાહત, એક્ટિવ કેસ અને રિકવર કેસ નું અંતર ઘટીને આટલું પહોંચ્યું

કોરોના સંક્રમિત થવાની શક્યતા રહેલી હોય તો દર્દીને દર્દીને દાખલ કરવાનો રહેશે, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી દર્દીને રજા આપવામાં આવશે. ICMR ની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે.
