ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ડર વધવા લાગ્યો છે. આ વાયરસથી ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે .તે અંતર્ગત ભારતમાં 96 વિમાનના 20 હજાર મુસાફરોનું થર્મલ ટેસ્ટ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ટેસ્ટમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું નથી.
કોરોના વાયરસને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ નીચે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ થાય કે કોરોના વાઇરસના કારણે કેમ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવા લાગ્યા છે.
ચીન વિશ્વમાં ક્રૂડ ઓઇલનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક છે, જ્યાં કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે ઘણા શહેરોમાં જાહેર પરિવહન બંધ કરવામાં આવ્યું છે.જેથી ચીનમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ, ક્રૂડ ઓઇલના ભાવ પર આધારીત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ઓછા ભાવ જેટલા ઓછા થશે એટલું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં 11 જાન્યુઆરી પછી બે અઠવાડિયામાં પેટ્રોલ 1.85 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં ગ્રાહકોને લિટર દીઠ 1.86 પૈસાની રાહત મળી છે. શનિવારે પેટ્રોલના ભાવમાં દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં 27 પૈસા ઘટાડો થયો હતો, જ્યારે ચેન્નઇમાં 28 પૈસા પ્રતિ લિટર
ઘટાડો નોંધાયો છે
જયારે દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે મુંબઇ અને ચેન્નઇમાં 32 પૈસા પ્રતિ લિટર ઘટાડો કરવામાં આવ્યો છે. આ મહિનામાં એક દિવસમાં થયેલ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ સૌથી મોટો ઘટાડો છે..
ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર પેટ્રોલના ભાવ દિલ્હીમાં 74.16 રૂ, કલકત્તામાં 76.77 રૂ, મુંબઇમાં 79.76 રૂ અને ચેન્નાઈમાં 77.03 રૂ. પ્રતિ લિટર થઇ ગયા છે.
તે પ્રમાણે ચાર મહાનગરમાં ડિઝલના ભાવ દિલ્હીમાં 67.31 રૂ, કલકત્તામાં 69.67 રૂ, મુંબઇમાં 70.56 રૂ અને ચેન્નાઈમાં 71.11 રૂ. પ્રતિ લિટર થઇ ગયા છે.
