દેશમાં ઈંધણની વધતી કિંમતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઝડપથી ક્રૂલ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેજ રીતે ઘરેલુ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની સાથે સાથે ભારતમાં ઈંધણની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. ભારતીય ઓઈલ કંપનીઓએ એક દિવસ પહેલાની સ્થિરતા જોવા બાદ આજે એટલે કે 5 ઓક્ટબરે 2021એ ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 30 પૈસા પ્રતિ લીટર મોંધુ થઈ ગયું છે.
ઓક્ટોબરમાં પ્રતિદિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અત્યાર સુધી ફક્ત એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર રહ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અનુસાર, ઈંધણના ભાવમાં વૃદ્ધ બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 102.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયું છે. દેશમા ચાર મહાનગરોની તુલના કરીએ તો મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘુ છે.
જુલાઈ-ઓગસ્ટમાં મળી હતી મામુલી રાહત
જુલાઈ અને ઓગસ્ટના મહિનેમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારે ઉતાર ચઢાવ નથી થયો. તેના માટે ઓઈલ કંપનીઓએ 18 જુલાઈથી 23 સપ્ટેમ્બર સુધી કોઈ કિંમત વધારો નથી થયો. આ સમયે પેટ્રોલની કિંમતમાં 0.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 1.25 રૂપિયાનો ઘટડો કરવામાં આવ્યો હતો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતી કિંમતોના કારણે 28 સપ્ટેમ્બરથી પેટ્રોલ અને 24 સપ્ટેમ્બરથી ડીઝલની કિંમતોમાં વધારો વધારો શરૂ કરવામાં આવ્યો છે.
પ્રમુખ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ પેટ્રોલ ડિઝલ
દિલ્હી 102.64 91.07
મુંબઈ 108.67 98.80
કોલકત્તા 103.36 94.17
ચેન્નાઈ 100.2 95.59