ચક્રવાતી વાવાઝોડું ફેની શુક્રવારે સવારે ઓરિસ્સાના પુરી કાંઠે અથડાયું છે. જેના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. જે સમયે વાવાઝોડું પુરી કાંઠી અથડાયું ત્યારે પવનની ગતિ 175 કિમી પ્રતિ કલાક હતી.
#WATCH Rain and strong winds hit Bhubaneswar as #FANI cyclone hits Puri coast with wind speed of above 175km/per hour. pic.twitter.com/QZYkk1EALI
— ANI (@ANI) May 3, 2019
કેટલાક સ્થાને આ 200 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. હવે તે બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. કોલકાતામાં વરસાદ શરુ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની બે દિવસની તમામ ચૂંટણી સભાઓ રદ કરી દીધી છે.
- મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું કે, આગામી ત્રણ કલાકમાં વાવાઝોડું નબળું પડવાનો અંદાજ છે. હવાની સ્પીડ 150થી 160 કિમી પ્રતિ કલાકની થઈ જશે. તે ધીમે ધીમે નબળું પડીને ઉત્તર-પશ્ચિમી તરફ જતુ રહેશે.
- દિલ્હી હવામાન વિભાગના મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, ફેની આંધ્રપ્રદેશથી આગળ વધ્યું છે. તેના કારણે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 48 કલાક માટે તેમની દરેક રેલી રદ કરી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.