રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે પીરાણા વિસ્તારમાં આવેલા એક ખુલ્લા ગોડાઉનમાંથી બોર્ડની પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ, પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર, GTU ની ઉત્તરવહી, પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર, માર્ચ 2019ના પ્રશ્નપત્ર, પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર, જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી, ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્ષ, એલસીની ઝેરોક્ષ મળી આવી છે. આ તમામ વસ્તુઓ માર્ચ, 2019માં લેવાયેલી બોર્ડની પરીક્ષાની સામગ્રી છે

આ અંગે ગોડાઉન માલિકે જણાવ્યું કે, આ બધી જ વસ્તુઓ તે નષ્ટ કરવા માટે તેઓ લાવ્યાં છે. બોર્ડની પરીક્ષા સમયે ન વપરાયેલી વસ્તુઓ અને ઉત્તરવહીઓને થોડા મહિના બાદ નષ્ટ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને પણ બાળવા માટે અમે અહીં લાવ્યાં છે. આ અંગેનો અમારી પાસે કોન્ટ્રાક્ટ છે.

મળતી માહિતી મુજબ તમામ સામગ્રી અમદાવાદ, પોરબંદર, રાજકોટની છે, જે 2015થી 2019 સુધીની છે. સરફરાઝ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી આવી સામગ્રી મળી આવી હતી, જે બે મહિના પહેલા આ સામગ્રી ગાંધીનગરથી લવાઈ હતી આ અંગે બોર્ડનાં અધિકારીએ જણાવ્યું કે, બિનઉપયોગી વસ્તુઓનો નાશ કરવા માટે અમે અમીના ટ્રેડ્રર્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંગે તપાસ હાથ ધરાશે. જે પણ લોકો આ કામગીરીમાં ગુનો કર્યો હશે તેની સામે પગલા લેવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.