ભારતને બુધવારે 5 રાફેલ લડાકુ વિમાન(Rafale Fighter Jet) મળી જશે. હાલ રાફેલ રસ્તામાં છે. મંગળવારે ફાઈટર પ્લેનમાં એર ટુ એર રિફ્યુલિંગ કરવામાં આવી. ભારતીય વાયુસેના(Indian Airforce)એ સહયોગ માટે ફ્રાન્સ(france)ની ઍરફોર્સનો આભાર માન્યો. ઇન્ડિયન એરફોર્સના હવાલાથી ન્યુઝ એજન્સીએ આ અંગે જાણકારી આપી.
સોમવારે થયું હતું ફ્રાન્સથી રવાના
ફ્રાન્સના મેરીનેક ઍરબેઝથી 5 રાફેલ લડાકુ વિમાનનો પહેલો બેચ સોમવારે રવાના થયો. પાયલટોને આરામ આપવા માટે વિમાનને યુએઈમાં આરામ આપ્યો છે. 7 હજાર કિમી પાર કરી બુધવારે 29 જુલાઈએ ભારત પહોંચશે। આ મલ્ટી-રોલ ફાયટર જેટના સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાત ઘણી વધી જશે.
અંબાલામાં તહેનાત કરવામાં આવશે

પાંચો રાફેલને અંબાલામાં તહેનાત કરવામાં આવશે. જેથી પશ્ચિમી સીમા તરફ પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્સન લઇ શકાય. મહત્વની વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સીમાથી 200 કિમીની દુરી પર છે. અંબાલામાં 17મી સ્કવોડ્રન ગોલ્ડન ઍરોઝ રાફેલની પહેલી સ્ક્વોડ્રન હશે. મિરાજ 2000 જયારે ભારત આવ્યું હતું ત્યારે ત્યાં જ રોકાયું હતું, પરંતુ રાફેલ એક સ્પોટ પછી સીધું અંબાલા એરબેઝ પર જ ઉતરશે.
અંબાલામાં એરબેઝ આજુબાજુ 144 લાગુ
સુરક્ષાને ધ્યાનમાં લઈને ઍરફોર્સ સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક સપ્તાહની અંદર આ વિમાનોને કોઈ પણ મિશન માટે તૈયાર કરવામાં આવશે. આ ફાઈટર જેટની ઉડાન માટે વ 12 પાયલેટોને તૈયાર કરવામાં આવ્યા છે. જે ફ્રાન્સથી લઇને આવ્યા છે. ભારતીય વાયુસેનાએ લડાકુ વિમાનના સ્વાગતની પુરી તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો : અનલોક 3ની તૈયારી શરુ, રાજ્યમાં મળી શકે છે આ છૂટછાટ
