હીરાઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાતા અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લુ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન થયું છે. જેને લઇ આજે સુરતની બંને મુખ્ય ડાયમંડ માર્કેટ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અરુણકુમાર મહેતા 12 જૂને મુંબઈ સ્થિતિ પોતાના ઘરે બાથરૂમમાં લપસી પડ્યા હતા.જેને લઇ તેઓ કોમામાં જતા રહ્યા હતા અને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેઓનું મૃત્યુ થયું હતું.
સમગ્ર હીરા ઉદ્યોગમાં ખૂબ માન હતું

સુરત ડાયમંડ એશોસિએશન દ્વારા સોમવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના વાતની અને વર્ષોથી મુંબઈમાં રહેતા 80 વર્ષીય અરુણ મહેતાનું સમગ્ર હીરા ઉદ્યોગમાં ખૂબ માન હતું. 1970માં હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં અરુણકુમાર વર્ષનું નામ મોખરે હતું.

જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, સ્વ. અરૂણકુમાર વર્ષ 1970માં હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં મોખરે નામ ધરાવતા હતા. આ સાથે હીરા ઉદ્યોગમાં એથિકલ વેપાર કઈ રીતે થાય તે માટે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. હીરા ઉદ્યોગના માર્ગદર્શક હતા, ઉદ્યોગને લઈને કોઈ પણ સમસ્યાઓનું સુઝબુઝથી નિરાકરણ લાવવાની પ્રતિભાના કારણે આજે પણ નવી જનરેશનના ઉદ્યોગકારો માટે તેઓ માર્ગદર્શક છે. 69 કન્ટ્રીઝમાં તેમની હીરાની ઓફિસો કાર્યરત છે.

અરુણ મહેતા હીરા ઉધોગ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક દિવસ સુરત અને મુંબઈના હીરા બજારો બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે. શહેરના બંને હીરા બજારો અને સેફ્ટી વોલ્ટ્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતીય વૈજ્ઞાનિકનો દાવો, આ દિવસ ખતમ થઇ જશે કોરોના વાયરસ
