નિર્ભયા કેસના આરોપીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરવાની અરજી પર સુનાવણી ફરી અટકી છે. પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું છે કે હજુ એક અરજી સુપ્રીમ કોર્ટ પાસે છે. એવામાં ત્યાર પછી જ નિર્ણય લેવાશે. પટિયાલા હાઉસમાં આ અરજી નિર્ભયાના માતા-પિતા તરફથી દાખલ કરવામાં આવી હતી.
આજે શા માટે ન થઇ સુનાવણી ?
નિર્ભય મામલે પટિયાલા હાઉસ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે કારણ કે આ મામલાથી જોડેલી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ છે. માટે કોઈ સુનાવણી ન થઇ શકે. સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા મામલે આરોપી અક્ષયે ફાંસીના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેના પર 17 ડિસેમ્બરે સુનાવણી થશે. જયારે આ મામલે સુનાવણી પછી પટિયાલા હાઉસ કોર્ટ માં 18 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે સુનાવણી થશે.

પટિયાલા હાઉસ કોર્ટમાં સવારે 10 વાગે સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન ચારેય આરોપીઓ તિહાર જેલમાં જ હતા પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી સમયે નિર્ભયના માતા-પિતા અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા.

6 ડિસેમ્બરે નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે એક વાત તો સ્પષ્ટ જ છે કે, નિર્ભયાના એક આરોપીને હવે 17 ડિસેમ્બર સુધી ફાંસી આપવામાં નહીં આવે.
