ગેરાકાયદે ઝીંગાના તળાવો દૂર કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કરાયેલી અરજીને પગલે સુરત જિલ્લા કલેક્ટરે ઓલપાડ, ચોર્યાસી તથા સીટી તાલુકાના ગેરકાયદે ઝીંગાના તળાવો દૂર કરવા તા. 27 મી જાન્યુઆરીથી મહાઅભિયાન શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. 27 મી જાન્યુઆરીના રોજ ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામથી ગેરાકયદે ઝીંગા તળાવ તોડવાની શરૂઆત કરવામાં આવશે. જ્યારે 2જી ફેબ્રુઆરીથી સીટી તાલુકાના ખજોદ ગામ ખાતેથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીમાં પોલીસની મદદ સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી અટકાવવા માટેનો જે કોઈ પણ પ્રયાસ કરશે તેની સામે સીધા પોલીસ ફરીયાદ દાખલ કરાવામાં આવશે.
ડિમોલિશન બાબતે પૂણે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં અરજી કરી હતી. આ અરજી અંતર્ગત ટ્રીબ્યુનલ દ્વારા સુરત કલેક્ટર પાસે જવાબ માંગ્યો હતો. જેને લઈને કલેક્ટર દ્વારા ઓલપાડ, ચોર્યાસી તથા સીટી તાલુકા વિસ્તારમાં બનેલા હજજારો ગેરકાયદે ઝીંગાના તળાવોને દૂર કરવા માટેની અભિયાન શરૂ કર્યુ છે. પહેલા તમાંમ ગામોમાં ગેરકાયદે તાળાવો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટીસો ઈસ્યુ કરવામાં આવી હતી. પરંતુ આ નોટીસ મળ્યા બાદ પણ ગેરકાયદે તળાવો દૂર ન થતા અંતે તળાવોનો સફાયો કરવા માટે કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આજે આ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક મળી હતી.
કયા ગેરકાયદે ઝીંગા તળાવોનું મેગા ડિમોલેશન કરાશે
ઓલપાડ તાલુકાના ગામો : દાંડી, કુંડીયાણા, કપાસી, કુવાદ, સરસ, ઓરમાં, મોર, દેલાસા, મંદરોઈ, નેસ, કાછોલ અને લવાછા
ચોર્યાસી તાલુકાના ગામો: ઉંભેર, દામકા, રાજગરી, જુનાગામ, તલંગપુર
સીટી તાલુકાના ગામો : ડુમસ, આભવા, ખજોદ, ગભેણી, જીઆવ, ભીમપોર અને બુડીયા
25 હજારથી પણ વધુ ગેરકાયદે ઝીંગાના તળાવો
સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી અને સીટી તાલુકા વિસ્તારના દરિયા કિનારે આવેલ ગામોમાં લાંબા સમયથી સરકાર દ્વારા ઝીંગા તળાવ બનાવવા માટે જમીનની ફાળવણી ન થતા અંતે સ્થાનીક લોકો દ્વારા આ સરકારી જમીનમાં ગેરકાયદે ઝીંગાન તળાવો બનાવવાની શરૂઆત કરી હતી. આજે આ ત્રણ તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવોનો આંકડો 25 હજારની પણ ઉપર પહોંચી ગયો છે.
લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે
ઓલપાડ તાલુકાના મામલતદારના જણાવ્યા પ્રમાણે કલેક્ટરના આદેશ મુજબ હવે ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ દરમિયાન જેમ જેમ જે વ્યક્તિ દ્વાર સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યુ હતુ તે અંગેની જાણકારી મળશે તેનો રિર્પોટ પ્રાંત અધિકારીને કરવામાં આવશે. અને પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટરને રિર્પોટ કરશે. ત્યાર બાદ જ્યારે ટાસ્ક ફોર્સની બેઠક મળશે ત્યારે આ દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય કરવામાં આવશે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP