ઓક્ટોબર માસમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર માસની તુલનામાં જથ્થાબંધ મોંઘવારીમાં 0.3% થી ઘટીને 0.16% પર આવી ગઈ હતી. એક વર્ષ પહેલા ઓક્ટોબર મહિલામાં મોંઘવારી દર 5.54% પર હતો. તેના આધારે 5.38% નો મોટો ઘટાડો છે. જથ્થાબંધ મોંઘવારીના હાલના આંકડા 40 માસના સૌથી નીચલા સ્તર પર છે. આ એક રાહતના સમાચાર છે.
જણાવવાનું કે ગુરુવારે છૂટક મોંઘવારીના આંકડા જાહેર થયા. આંકડા અનુસાર ખાદ્ય પદાર્થોના ભાવમાં ફરી વધારો હોવાના કારણે દેશમાં ઓક્ટોબર દરમિયાન છૂટક મોંઘવારી દર ગયા માસથી વધીને 4.62% થયો છે. આ પહેલા છૂટક મોંઘાવારી દર સપ્ટેમ્બરમાં 3.99% નોંધાયો હતો. ત્યાં જ ગયા વર્ષે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર 3.38% હતો. જણાવવાનું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મોંઘવારી દરના આંકડાના આધાર પર રેપો રેટ માં ઘટાડો અથવા વધારો કરે છે. આવતા માસમાં નાણાકીય સમીક્ષા બેઠક યોજાશે. એવામાં મોંઘવારીના આ આંકડા ઘણા મહત્વના છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં 8 વર્ષમાં મોટો ઘટાડો
હાલમાં જ ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર થયા છે. આ આંકડા અનુસાર સપ્ટેમ્બર માસમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3% ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટ માસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આંક (IIP)માં 1.1% ઘટાડો થયો હતો. આ છેલ્લા આઠ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા IIP ઓક્ટોબર 2011 માં એના કરતા નીચા સ્તર પર ગયો હતો. હમણાં IIPમાં 5% ઘટાડો થયો છે.
