બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ની ફિલ્મ છપાકમાં એસિડ અટેકની પીડિતાની વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવાના મામલે દિલ્હી હાઇકોર્ટે ફોક્સ સ્ટુડીઓની યાચિકા ફગાવી દીધી છે. દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા પર સુનાવણી કરતા પટિયાલા હાઉસ કોર્ટે આ નિર્ણંયને સાચો ગણાવ્યો છે.
શું છે સમગ્ર મુદ્દો ?

છપાક ફિલ્મ રિલીઝ થયા પહેલા અપર્ણા ભટ્ટે પટિયાલા હાઉસમાં યાચિકા દાખલ કરી હતી. યાચિકામાં એમણે ફિલ્મમાં ક્રેડિટ ન આપવાની વાત કરી હતી. આ મામલે પટિયાલા હાઉસે ફિલ્મના નિર્માતાઓને રિલીઝ પહેલા જ ફિલ્મમાં ક્રેડિટ આપવાનો આદેશ કર્યો હતો. પછી છપાકની માર્કેટિંગ ટિમ ફોક્સ સ્ટુડિયોએ દિલ્હી હાઇકોર્ટમાં પટિયાલા હાઉસના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
હવે આ મામલે દિલ્હી હાઇકોર્ટે પટિયાલા હાઉસના આ નિર્ણયને સાચો કરાર આપતા ફોક્સ સ્ટુડીયોની યાચિકા ફગાવી દીધી છે. જણાવી દઈએ કે પટિયાલા હાઇકોર્ટમાં શુક્રવારે દાખલ થયેલી યાચિકા પર હાઇકોર્ટે સુરક્ષિત રાખી લીધો છે.
હાઇકોર્ટના આ નિર્ણય પછી હવે ફિલ્મ નિર્માતાએ વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવું પડશે. દિલ્હી હાઇકોર્ટએ કહ્યું કે અપર્ણા ભટ્ટને કક્રેડિટ આપ્યા વગર 15 જાન્યુઆરીથી મલ્ટીપ્લેક્ષોમાંથી ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવશે અને લાઈવ સ્ટ્રીમિંગ વગેરેમાં પણ પ્રદર્શન નહિ થાય, જયારે અન્યાય માટે આ રોક 17 જાન્યુઆરીથી થશે.
આ કારણે ચિંતામાં છે ફોક્સ સ્ટુડિયો
જણાવી દઈએ કે ફોક્સ સ્ટુડિયો છપાક ફિલ્મનું માર્કેટિંગ જોઈ રહ્યું છે. ફોક્સ સ્ટુડિયોનો ટાર્ગેટ ફિલ્મ માટે વધુમાં વધુ ઓડિયન્સ એકત્રિત કરવાનો છે. ફોક્સ સ્ટુડિયોને લાગે છે કે કેસમાં ઉલજવા પર ફિલ્મની કમાણી પર અસર પડી શકે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.