દિલ્હીની ચૂંટણીના પરિણામો આવવાના શરુ થઇ ગયા છે. તે દરમિયાન લોકો કાર્યકરો સહિત નેતાઓના ઇસારાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે દરમિયાન એક પોસ્ટર ચર્ચાનો વિષય બની ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટર દિલ્હી ચૂંટણીના પરિણામો તરફ ઇશારો કરી રહ્યું છે.

દિલ્હીમાં ભાજપના કાર્યાલયથી એક પોસ્ટરનો ફોટો ટ્વિટર પર આવ્યો છે, જે વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટરમાં ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે. તેમાં નીચે લખેલું જોવા મળી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી, દિલ્હી પ્રદેશ.
તે પોસ્ટરમાં સંદેશ લખ્યો છે -‘જીતથી અમે અહંકારી નથી થતા અને પરાજયથી અમે નિરાશ નથી થતા’

સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ ચૂંટણી પરિણામોના પહેલા શા માટે રાજ્યના કાર્યાલય પર આવા પોસ્ટરો લગાવે છે? તે અંગે તો દિલ્હી ભાજપ જાણે, પરંતુ આ પોસ્ટર ચક્રવાતની ગતિએ સોશિયલ મીડિયા પર ફરતું થઈ રહ્યું છે.
70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં બહુમતી માટે 36 બેઠકો જરૂરી છે. અત્યારે સુધીના પરિણામમાં આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે.
